બ્રેકિંગ ન્યુઝ: જ્ઞાનવાપી કેસમાં મોટો નિર્ણય, હિન્દુ પક્ષને તહેખાનામાં મળ્યો પૂજા કરવાનો અધિકાર

બ્રેકિંગ ન્યુઝ: જ્ઞાનવાપી કેસમાં મોટો નિર્ણય, હિન્દુ પક્ષને તહેખાનામાં મળ્યો પૂજા કરવાનો અધિકાર

બ્રેકિંગ ન્યુઝ: જ્ઞાનવાપી કેસમાં મોટો નિર્ણય, હિન્દુ પક્ષને તહેખાનામાં મળ્યો પૂજા કરવાનો અધિકાર

જ્ઞાનવાપી કેસમાં બુધવારે મોટો નિર્ણય આવ્યો છે. જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના તહેખાનામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. વારાણસી કોર્ટે આ નિર્ણય આપ્યો છે. વારાણસી જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં મંગળવારે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી.

જ્ઞાનવાપી મસ્જિદમાં એક તહેખાના છે, જેમાં સોમનાથ વ્યાસ કોઈ દેવતાની મૂર્તિની પૂજા કરતા હતા. જિલ્લા ન્યાયાધીશે પોતાના આદેશમાં કહ્યું છે કે વિશ્વનાથમંદિરના પૂજારીઓ દ્વારા પૂજા કરાવવામાં આવે અને બેરિકેડ્સને હટાવવાની વ્યવસ્થા કરવામાં આવે. અરજીમાં સોમનાથ વ્યાસ જીના પૌત્ર શૈલેન્દ્ર પાઠકે તહેખાનામાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી.

17 જાન્યુઆરીએ, જિલ્લા વહીવટીતંત્રે કોર્ટના આદેશથી વ્યાસ જીના તહેખાનામાં કબજો મેળવ્યો હતો. ASI સર્વે ઓપરેશન દરમિયાન તહેખાનામાં સફાઈ કરવામાં આવી હતી. ડિસેમ્બર 1993માં, રાજ્યની મુલાયમ સિંહ યાદવ સરકારના મૌખિક આદેશ પર, તહેખાનામાં પૂજા પર પ્રતિબંધ મૂકતા તહેખાનાને સીલ કરવામાં આવ્યું હતું.

બાદમાં તેને પણ બેરિકેડ કરવામાં આવી હતી. વ્યાસ જી એટલે કે સોમનાથ વ્યાસે તેમના બે સાથીદારો રામરંગ શર્મા અને હરિહર પાંડે સાથે મળીને જ્ઞાનવાપી સંકુલમાં વિસ્તાર નંબર 9130, 1931 અને 1932ની માલિકી અંગે અરજી કરી હતી. આ અરજીમાં અરજી નંબર 9130, 31,32ને આદિ વિશ્વેશ્વરની મિલકત જાહેર કરવામાં આવી હતી.

તહેખાના 1993થી બંધ હતું અને તહેખાનાની ચાવી વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે કસ્ટોડિયન તરીકે રાખવામાં આવી હતી. વર્ષ 2016માં સોમનાથ વ્યાસના પૌત્ર શૈલેન્દ્ર પાઠકે વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરીને તેમની મિલકત પરત કરવાની માંગ કરી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Related post

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ સ્પેસક્રાફ્ટ, જાણો મિશન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

50 વર્ષ પછી ચંદ્ર પર ઉતર્યું અમેરિકાનું પહેલું પ્રાઈવેટ…

લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનું પ્રથમ અમેરિકન મિશન…
દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે હનુમાનજી, જાણો રોચક કથા

દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે…

Gilahraj Hanuman Mandir: માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગવાન રામ અને હનુમાનજીના અનેક મંદિરો છે અને તે મંદિરોની પોતાની…
ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 5 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગર વીડિયો: આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ,…

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વધુ એક વાર જૂથ અથડામણની ઘટના બની છે.  ભાવનગરના આઝાદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *