બોરવેલમાં ખાબક્તા બાળકોનો ત્વરીત જીવ બચાવવા મિકેનિકલના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર- જુઓ વીડિયો

બોરવેલમાં ખાબક્તા બાળકોનો ત્વરીત જીવ બચાવવા મિકેનિકલના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર- જુઓ વીડિયો

સુરત: બારડોલીની એક ખાનગી યુનિવર્સિટીના મિકેનિકલના વિદ્યાર્થીઓએ એક ખાસ ડિવાઈસ તૈયાર કર્યુ છે. આ ડિવાઈસની મદદથી બોરવેલમાં ગરકાવ થયેલા બાળકનો ત્વરીત જીવ બચાવવામાં મદદ મળશે. વિદ્યાર્થીઓએ એક એક અનોખુ રોબોટિક ડિવાઈઝ ડિવાઈસ તૈયાર કર્યુ છે જે બોરવેલમાં ખાબકતા બાળકોની બચાવ કામગીરી માટે વરદાન રૂપ સાબિત થઈ શકે છે.

આમ તો “વિકાસ” મામલે આપણો દેશ જાણે હરણફાળ ભરી રહ્યો છે. પરંતુ, ચિંતાજનક અને શરમજનક ઘટના એ છે કે ઘણીવાર આવા “વિકાસ” કામો જ્યાં થઈ રહ્યા હોય તેવી જગ્યાઓ પર જ માસૂમ બાળકો કોઈ દુર્ઘટનાનો શિકાર થઈ જતા હોય છે. દેશમાં છાશવારે બાળકના બોરવેલમાં ખાબકવાની અને પછી તેના રેસ્ક્યુ ઑપરેશન માટે તંત્રની દોડધામની ખબરો સામે આવતી જ રહે છે. જો કે દરેક કિસ્સામાં માસૂમનો જીવ બચાવવામાં સફળતા હાથ નથી લાગતી.

મિકેલનિકલના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ અનોખુ રોબોટિક ડિવાઈસ

સુરતના બારડોલી ખાતે આવેલ એક ખાનગી યુનિવર્સિટીના મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ હવે એક અનોખો જ “રોબોટ” ડિઝાઈન કરી દીધો છે ! આ ખાસ રોબોટ બોરવેલમાં ખાબકેલા બાળકોની બચાવ કામગીરી માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. આ “યંત્ર”ની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનું સરળતાથી મોબાઈલ સાથે કનેક્શન રહે છે. રોબટને બોરવેલમાં ઉતારતા જ તેમાં લાગેલા કેમેરા બાળકની “પરફેક્ટ પોઝિશન” બહાર ઊભેલા લોકો સુધી પહોંચાડે છે. અને પછી કમાન્ડ મુજબ રોબોટ બાળકને ધીમે-ધીમે બહાર લાવવામાં મદદ કરે છે.

10 કિલો વજન સુધીના બાકમે સરળતાથી બોરવેલમાં બહાર લાવી શકે છે ડિવાઈસ

પ્રથમ પ્રજાપતિ, તીર્થ મહેતા, હર્ષ પટેલ અને ક્રિશ રાઠોડે તેમના અંતિમ વર્ષના પ્રોજેક્ટના ભાગ રૂપે આ અનોખો રોબોટ ડિઝાઈન કર્યો છે. આ રોબોટ તેમણે તેમના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે. બચાવ કામગીરી માટે હાલ ઉપલબ્ધ મોંઘા “યંત્રો”ની સામે આ અનોખું “રોબોટિક ડિવાઈઝ” માત્ર સાતથી આઠ હજાર રૂપિયામાં ઉપલબ્ધ થઈ શકે છે. અને તે દસ કિલો સુધીના બાળકને સરળતાથી બહાર લાવી શકે છે. હાલ આ “ડિઝાઈન”ને રજીસ્ટર્ડ કરવા મોકલી દેવાઈ છે. બોરવેલમાં ફસાયેલ બાળક સાથે આ “રોબોટિક ડિવાઈઝ”ની મદદથી વાતચીત પણ કરી શકાશે.

આપને જણાવી દઈએ કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મુજબ વર્ષ 2009થી અત્યાર સુધી 40થી પણ વધુ બાળકો બોરવેલમાં પડી જવાથી મોતને ભેટ્યા છે. જ્યારે બાળકોના બચાવ માટેની 70 ટકાથી વધુ કામગીરી પણ નિષ્ફળ નીવડી છે. ત્યારે આશા કરીએ કે બારડોલીના વિદ્યાર્થીઓની આ મહેનત રંગ લાવે. અને બોરવેલના લીધે ફરી કોઈ માતાનો ખોળો સૂનો થતા અટકે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ, નર્મદામાં વાવાઝોડા સાથે, તો ડાંગના સાપુતારામાં થયો કરાનો વરસાદ- Video

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા માંગતો? મળી ગયો જવાબ

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા…

કોણ બનશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ? આ પોસ્ટ માટે કોણ અરજી કરશે? ભારતીય ક્રિકેટ ચાહકોને આ સવાલનો જવાબ ટૂંક સમયમાં મળી…
શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની પત્રકારે સુરેશ રૈનાને ચીડવ્યો, આપ્યો જડબાતોડ જવાબ

શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની…

T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે પહેલા ICCએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને મોટું સન્માન…
IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર, આ મોટી જવાબદારી સોંપવામાં આવી

IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર,…

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર સાથે દિનેશ કાર્તિકની IPL સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *