બોબી દેઓલનો ખુંખાર લુક, જન્મદિવસ પર ફેન્સને મળી મોટી ભેટ, ‘કંગુવા’ના એક્ટરનું પહેલું પોસ્ટર થયું રિલીઝ

બોબી દેઓલનો ખુંખાર લુક, જન્મદિવસ પર ફેન્સને મળી મોટી ભેટ, ‘કંગુવા’ના એક્ટરનું પહેલું પોસ્ટર થયું રિલીઝ

બોબી દેઓલનો ખુંખાર લુક, જન્મદિવસ પર ફેન્સને મળી મોટી ભેટ, ‘કંગુવા’ના એક્ટરનું પહેલું પોસ્ટર થયું રિલીઝ

બોલિવૂડ એક્ટર બોબી દેઓલ હીરોમાંથી વિલન બન્યો કે કેમ તેની ચર્ચાઓ અટકી રહી નથી. બોબી આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને સાઉથના નિર્માતાઓએ તેના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. જ્યારથી સાઉથના સુપરસ્ટાર સૂર્યાની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કંગુવા’માં બોબી દેઓલ ભૂમિકા ભજવી રહ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારથી દર્શકો ફિલ્મના તેના ફર્સ્ટ લુકની રાહ જોઈ રહ્યા હતા. અભિનેતાના જન્મદિવસ પર નિર્માતાઓએ દર્શકોની આ ઈચ્છા પૂરી કરી છે.

બોબીનો આવો લુક ક્યારેય નહીં જોયો હોય

એનિમલમાં વિલનનો રોલ કર્યા બાદ હવે બધા બોબીને વિલનના રોલમાં જોવા માંગે છે. દર્શકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને બોબીને ‘કંગુવા’માં વિલન તરીકે કાસ્ટ કરવામાં આવ્યો છે. ‘કંગુવા’માંથી બોબીની પહેલી ઝલક સામે આવી છે. અભિનેતાનો ફર્સ્ટ લૂક પોસ્ટરમાં જોઈને લોકોને ગુસબમ્પ્સનો અનુભવ થયો છે.

આ પોસ્ટરમાં બોબી સંપૂર્ણ રીતે સાઉથના રંગોમાં રંગાયેલો જોવા મળી રહ્યો છે. લાંબા વાળ, એક ડરામણી આંખ, ગળામાં હાડકાંની માળા. બોબીનો આવો લુક પહેલા ક્યારેય નહીં જોયો હોય.

 

View this post on Instagram

 

A post shared by Bobby Deol (@iambobbydeol)

(Credit Source : bobby deol)

કેપ્શનમાં લખ્યા 3 શબ્દ

આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે, ‘કંગુવા’ના વિલનની સરખામણીમાં એનિમલમાં ભજવવામાં આવેલા વિલનનું પાત્ર પણ ફિકું લાગે છે. બોબી દેઓલે પોતે આ પોસ્ટર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. તેણે કેપ્શનમાં એમ પણ લખ્યું કે, નિર્દય, શક્તિશાળી, અવિસ્મરણીય. આ ત્રણ શબ્દો જોયા પછી એક વાત સ્પષ્ટ થાય છે કે આ પાત્ર ધાર્યા કરતા વધુ ખતરનાક જોવા મળવાનું છે.

બાકીની સ્ટાર કાસ્ટ સમયાંતરે જાહેર થશે

સૂર્યાની ‘કંગુવા’નું નિર્દેશન શિવે કર્યું છે. બોબી દેઓલ ઉપરાંત દિશા પટણી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જો કે, બાકીની સ્ટાર કાસ્ટ સમયાંતરે જાહેર કરવામાં આવશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી વેત્રી પલાનીસામીની છે અને તેનું સંગીત ‘રોકસ્ટાર’ દેવી શ્રી પ્રસાદે આપ્યું છે.

Related post

દુનિયાની એકમાત્ર એવી હોટલ જ્યાં લોકો આવે છે પોતાનું અપમાન કરાવવા, એક રાતનું ભાડું છે 20 હજાર રૂપિયા

દુનિયાની એકમાત્ર એવી હોટલ જ્યાં લોકો આવે છે પોતાનું…

લોકો ઘણીવાર શાંતિની શોધમાં હોટલોમાં જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી હોટલ છે જ્યાં જઈને લોકો…
શાકમાં વધારે પડી ગયું છે મરચુ? તો જાણો કેવી રીતે તીખાશ કરશો ઓછી

શાકમાં વધારે પડી ગયું છે મરચુ? તો જાણો કેવી…

રસોઈ બનાવતી વખતે ગમે તેટલી કાળજી લેવામાં આવે પણ કેટલીકવાર કેટલીક નાની નાની ભૂલો થઈ જ જાય છે જેના કારણે મન…
અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2 મેચ માટે કર્યો સસ્પેન્ડ

અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2…

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શનિવારના રોજ શ્રીલંકાના કેપ્ટન વાનિંદુ હસરંગા પર 2 મેચ પર પ્રતિબંધ લગાવ્યો છે. શ્રીલંકાના ટી 20 કેપ્ટન વાનિંદુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *