બિહારમાં માંડ-માંડ બચ્યા રાહુલ ગાંધી, ‘ન્યાય યાત્રા’ દરમિયાન ભાગદોડ, કારને નુકસાન

બિહારમાં માંડ-માંડ બચ્યા રાહુલ ગાંધી, ‘ન્યાય યાત્રા’ દરમિયાન ભાગદોડ, કારને નુકસાન

બિહારમાં માંડ-માંડ બચ્યા રાહુલ ગાંધી, ‘ન્યાય યાત્રા’ દરમિયાન ભાગદોડ, કારને નુકસાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ હાલમાં બિહારમાં છે. તેમણે બુધવારે કટિહારમાં પદયાત્રા કરી હતી. રાહુલે લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ યાત્રા દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીની કારને નુકસાન થયું હતું. તે માંડ-માંડ બચી ગયા હતા. જોકે, રાહુલ ગાંધી કારમાંથી ઉતરીને બસમાં બેસી ગયા હતા અને પ્રશાસને લોકોને શાંત પાડ્યા હતા.

મહત્વનું છે કે રાહુલની ભારત જોડો યાત્રાનો આજે 18મો દિવસ છે. રાહુલની આ યાત્રા આજે ફરી એકવાર બિહારથી બંગાળમાં પ્રવેશ કરશે. રાહુલની આ યાત્રામાં તેઓ મીરચાઈબારી ડીએસ કોલેજ થઈને લાભામાં જાહેર સભા બાદ બંગાળ જવા રવાના થશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આજે કિશનગંજ થઈને બિહારમાં પ્રવેશી હતી.

જ્યાં સુધી ન્યાયનો અધિકાર નહીં મળે ત્યાં સુધી આ યાત્રા ચાલુ રહેશે: રાહુલ

બિહારની મુલાકાત દરમિયાન રાહુલે કહ્યું કે બિહારની ધરતી પર ‘અન્યાય’ વિરુદ્ધ ચાલી રહેલી ‘ન્યાયની મહાયાત્રા’ને જનતાનો ઘણો પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. જ્યાં સુધી અમને ન્યાયનો અધિકાર નહીં મળે ત્યાં સુધી આ યાત્રા ચાલુ રહેશે. આજે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ બિહારથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશી રહી છે. આ પ્રસંગે બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીને રાષ્ટ્રધ્વજ સોંપ્યો હતો.

 

 

આ યાત્રા 25 જાન્યુઆરીએ પ્રથમ વખત બંગાળ પહોંચી હતી

તમને જણાવી દઈએ કે આ યાત્રા બીજી વખત બંગાળમાં પ્રવેશ કરી રહી છે. આ પહેલા 25 જાન્યુઆરીએ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બંગાળ પહોંચી હતી. આ યાત્રા આસામથી બંગાળના કૂચ દરમિયાન બિહાર પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે હું પશ્ચિમ બંગાળ આવીને ખુશ છું. અમે તમને સાંભળવા અને તમારી સાથે ઊભા રહેવા માટે અહીં છીએ. રાહુલે એમ પણ કહ્યું હતું કે અમે યાત્રામાં ન્યાય શબ્દ ઉમેર્યો છે કારણ કે દેશભરમાં અન્યાય પ્રવર્તે છે.

આ પણ વાંચો: દબાણ આવતાં જ યુ-ટર્ન લઈ લે છે રાહુલ ગાંધીએ નીતિશ કુમાર પર તોડ્યું મૌન

 

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *