બાયોમેટ્રિક આધારિત GST રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે ગુજરાત, 7 નવેમ્બરે વાપીમાં યોજાશે કાર્યક્રમ

બાયોમેટ્રિક આધારિત GST રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે ગુજરાત, 7 નવેમ્બરે વાપીમાં યોજાશે કાર્યક્રમ

બાયોમેટ્રિક આધારિત GST રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે ગુજરાત, 7 નવેમ્બરે વાપીમાં યોજાશે કાર્યક્રમ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ડીપાર્ટમેન્ટ 7 નવેમ્બરે બાયોમેટ્રિક આધારિત રજિસ્ટ્રેશન સિસ્ટમ ગુજરાતના વાપીથી લોન્ચ કરશે. વિભાગ હવે નવા GST નંબર માટે રજિસ્ટ્રેશન સમયે અરજદારનો બાયોમેટ્રિક ડેટા એકઠો કરશે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. રાજ્યના 10 કેન્દ્ર પર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરશે. આ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.

અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે

ગુજરાતના નાણા વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, પાયલોટ પ્રોજેક્ટ બાદ બાયોમેટ્રિક ડેટા સાથે GST રજિસ્ટ્રેશન અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે. ‘મેરા બિલ મેરા અધિકાર’ સફળતા પૂર્વક શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ત્યારબાદ આ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ. દેશનું અગ્રણી કેમિકલ હબ બનવા માટે વાપીની પસંદગી કરવામાં આવી હતી.

અંગૂઠાની છાપ પણ આપવી પડશે

GST ના સિનિયર ઓફિસરે જણાવ્યું હતું કે, નવી રજિસ્ટ્રેશન સિસ્ટમમાં અરજદારે જુદા-જુદા ડોક્યુમેન્ટસની સાથે અંગૂઠાની છાપ પણ આપવી પડશે. તેના દ્વારા અરજદાર અસલી છે કે નહીં તેની ખાતરી કરવામાં મદદ કરશે. જો જરૂરી હશે તો GST વિભાગ દ્વારા અરજદારને ભવિષ્યમાં વેરિફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે.

છેતરપિંડીની શક્યતા રહેશે નહીં

નવી સિસ્ટમ GST વિભાગને છેતરપિંડીમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને શોધી કાઢવામાં પણ મદદ કરશે. તાજેતરમાં છેતરપિંડીની જાણ કરવામાં આવી છે જેમાં નકલી ઓળખ કાર્ડ ધરાવતા વ્યક્તિઓ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવામાં આવ્યો હતો. તેથી હવે વિભાગ અંગૂઠાની છાપ લેશે ત્યારે આવી છેતરપિંડીની શક્યતા રહેશે નહીં. કેટલીક વ્યક્તિઓએ વિભાગને જાણ કરી હતી કે, તેમના ડોક્યુમેન્ટસનો દુરુપયોગ થયો છે.

આ પણ વાંચો : લોકોને મોંઘવારીથી મળશે રાહત, ઘઉંના વધતા ભાવને લઈ કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું ભારત આટા, જાણો કેટલો છે લોટનો ભાવ

બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન સિસ્ટમને અમલમાં મૂકીને વિભાગનો હેતુ GST નોંધણી પ્રક્રિયાની અખંડિતતા વધારવા અને છેતરપિંડીની પ્રવૃત્તિઓ ઘટાડવાનો છે. તેમાં ખાસ કરીને ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટ દાવાઓ સંબંધિત કેસ છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોત, આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી

ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોત, આરોગ્ય…

ખેડાના નડિયાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિલોદરા અને બગડુ ગામે બે દિવસમાં પાંચ યુવકોના શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચ્યો…
આ પોપ્યુલર ક્રિકેટર્સની લગ્નની પિચ પર પડી છે વિકેટ, જુઓ ફોટો

આ પોપ્યુલર ક્રિકેટર્સની લગ્નની પિચ પર પડી છે વિકેટ,…

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાય ગયો છે. મુકેશ કુમારે છપરાના બનિયાપુર બેરુઈ ગામની રહેવાસી દિવ્યા સિંહને…
એક્ઝિટ પોલ ઓપિનિયન પોલથી કેવી રીતે છે અલગ? જાણો આ સાથે જોડાયેલી તમામ માહિતી

એક્ઝિટ પોલ ઓપિનિયન પોલથી કેવી રીતે છે અલગ? જાણો…

મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ,અને રાજસ્થાનમાં 7 નવેમ્બરથી 25 નવેમ્બર દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તે જ સમયે, તેલંગાણામાં મતદારો 30 નવેમ્બરે મતદાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *