
બનાસકાંઠા: જાત મહેનત જિંદાબાદ, રડકા ગામના ખેડૂતોએ કેનાલની જાતે કરી સફાઈ, ભટાસણા માઈનોર કેનાલમાં સાફ સફાઈ
- GujaratOthers
- November 2, 2023
- No Comment
- 10
કહેવત છે કે જાત મહેનત જિંદાબાદ અને પારકી આશ સદા નિરાશ. આ કહેવતને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાના સુઈગામ તાલુકાના રડકા ગામના ખેડૂતોએ જાતે જ કેનાલની સાફ સફાઈ કરી. ભટાસણા માઈનોર કેનાલમાં ખેડૂતોએ જાત મહેનતે સાફ સફાઈ કરી. રડકા ગામના 50થી વધુ ખેડૂતોએ અંદાજીત બે કિમી સુધી કેનાલમાં સફાઈ કરી. આમ તો આ કામ તંત્રનું છે પરંતુ તેને તેની જવાબદારી પૂરી ન કરતા લાલાચ ખેડૂતોએ જ કામ પૂર્ણ કર્યું.
આ પણ વાંચો: ભાવનગરનો દરિયાઈ પટ્ટો અસુરક્ષિત, મરીન પોલીસની સરકારી બોટ બંધ હાલતમાં, માફિયાને મોકળો માર્ગ ?
રવી પાકના પિયત માટે કેનાલમાં પાણીની રાહ જોઈ બેઠા ખેડૂતોએ જાતે કેનાલમાં સાફ સફાઈ કરવી પડી. કેમકે જો તે સફાઈ ન કરે તો કેનાલમાં પાણી ન આવે. તંત્રએ કામગીરી ન કરી જેથી ખેડૂતોએ જાતે આ કામ હાથમાં લીધું અને બે દિવસમાં સફાઈનું કામ પૂર્ણ કર્યું હતું. જો કે અહીં એ સવાલ પણ ચોક્કસ થાય કે તંત્રએ શા માટે કામગીરી ન કરી કે થાકી હારીને ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરવી પડી.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો