
બનાસકાંઠામાં નર્મદા કેનાલના પાણી નહીં મળતા MLAની આગેવાનીમાં ખેડૂતોનો હલ્લાબોલ, કચેરીને તાળાબંધી
- GujaratOthers
- November 21, 2023
- No Comment
- 9
રવી સિઝનની શરુઆત સાથે જ ખેડૂતો વાવણીમાં વ્યસ્ત બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સિંચાઈના પાણીને લઈ અનેક વિસ્તારોમાં કેનાલ પર આશા રાખી રહ્યા છે. થરાદ વિસ્તારમાં ખેડૂતોએ રજૂઆત છતાં પણ નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલોમાં સિંચાઈ માટે પાણી નહિં છોડાતા ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોએ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં નર્મદા વિભાગની કચેરી પર હલ્લાબોલ કર્યો હતો.
આ પણ વાંચોઃ રમ વિશે કરવામાં આવતા દાવા કેટલા સાચા, ખરેખર શિયાળામાં હોય છે ફાયદાકારક?
ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરીને તાળા બંધી કરી હતી. જ્યારે ખેડૂતો અને ધારાસભ્ય કચેરી પર પહોંચ્યા ત્યારે કચેરીમાં અધિકારીઓ કે કર્મચારીઓ રોજની માફક જ જોવા નહીં મળતા રોષે ભરાયેલા ખેડૂતો હલ્લાબોલ કરી દીધો હતો. ખેડૂતોએ આ માટે તાળા બંધી પણ કરી દઈને વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે પાણી નહીં છોડવાને લઈ ધારાસભ્યને અધિકારીઓનો જવાબ ટેકનીકલ ખામી દરવાજામાં હોવાનુ જાણવા મળતા તેઓએ વળતો આક્ષેપ રાજસ્થાનમાં ચૂંટણી હોવાને લઈ કર્યો હતો.