બજેટ સત્રને લઈ સરકારે બોલાવી સર્વદળીય બેઠક, 30 પાર્ટીઓના 45 નેતા થયા સામેલ

બજેટ સત્રને લઈ સરકારે બોલાવી સર્વદળીય બેઠક, 30 પાર્ટીઓના 45 નેતા થયા સામેલ

બજેટ સત્રને લઈ સરકારે બોલાવી સર્વદળીય બેઠક, 30 પાર્ટીઓના 45 નેતા થયા સામેલ

બજેટ સત્ર પહેલા કેન્દ્ર સરકારે આજે એટલે કે મંગળવારે સર્વદળીય બેઠક બોલાવી. આ બેઠકમાં 30 પાર્ટીના નેતાઓએ ભાગ લીધો. સંસદ પરિસરની લાયબ્રેરીમાં આયોજિત આ બેઠકમાં સરકાર તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી અને કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલ હાજર હતા. ત્યારે કોંગ્રેસ તરફથી કે સુરેશ અને પ્રમોદ તિવારી, જ્યારે ટીએમસી તરફથી સુદીપ બંધોપાધ્યાય હાજર હતા. 30 પાર્ટીમાંથી 45 નેતા આ સર્વદળીય બેઠકમાં સામેલ થયા.

બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે સર્વદળીય બેઠકમાં 30 પાર્ટીમાંથી 45 નેતા સામેલ થયા. તેમને કહ્યું કે અમારૂ જોર રાષ્ટ્રપતિ અભિભાષણ અને બજેટ પર રહેશે. શુક્રવારે રાષ્ટ્રપતિ અભિભાષણ પર ચર્ચા શરૂ થશે. અંતિમ સત્ર હશે પણ અમે કહ્યું છે કે જો તમારા કોઈ પ્રશ્ન છે તો તેનો જવાબ આગળની ટર્મમાં આપીશું. નિયમો મુજબ દરેક મુદ્દા પર ચર્ચા માટે સરકાર તૈયાર છે. અમે આગ્રહ કર્યો કે પ્લેકાર્ડ લઈને ગૃહમાં ના આવો, જેથી અધ્યક્ષને કાર્યવાહી કરવાની ફરજ ના પડે. જે પણ સસ્પેન્ડ છે, જેનો કેસ પ્રિવિલેજ કમિટીની સામે છે, તેમનું સસ્પેન્શન પરત થશે, જોશીએ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન ‘બ્રેન ડેડ’ છે.

બજેટ સત્રમાં વધારે તાકાતથી ઉઠાવીશું જનતાનો અવાજ

કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે તેમને આ બેઠકમાં બેરોજગારી અને મોંઘવારીના મુદ્દાએ ઉઠાવ્યો અને બજેટ સત્રમાં પણ ઉઠાવીશું. બંધારણીય માળખું તોડી પાડવામાં આવી રહ્યું છે. રાહુલ પર અસમમાં હુમલો કરવામાં આવ્યો, ઝારખંડના સીએમ અને લાલુની સાથે જે થઈ રહ્યું છે. આ મુદ્દાને તેમને બેઠકમાં ઉઠાવ્યો. ચીનના અતિક્રમણનો મુદ્દો ઉઠાવ્યો. મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. તે સિવાય તેમને બેઠકમાં દેશ પર વધતા દેવાના મુદ્દાને ઉઠાવ્યો. તેમને કહ્યું કે ભારત દેવાના બોજા હેઠળ દબાઈ રહ્યો છે. તેમને કહ્યું કે સાંસદોને સસ્પેન્ડ કરવા યોગ્ય નહતા. આ સરકારે લોકતંત્રની હત્યા કરી દીધી છે. આ સરકાર બિનલેખિત તાનાશાહી સરકાર છે. જદયુનો અસલી ચહેરો સામે આવી ગયો છે. કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે સંસદમાં આ વખતે પહેલાથી વધારે તાકાતથી જનતાનો અવાજ ઉઠાવીશું.

દેશમાં સંઘીય માળખું પડી ભાગ્યુ છે – સુદીપ બંધોપાધ્યાય

ત્યારે ટીએમસી નેતા સુદીપ બંધોપાધ્યાયએ કહ્યું કે દેશમાં સંઘીય માળખું ધ્વસ્ત થઈ ગયુ છે. બંગાળને કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. તેમને કહ્યું કે કેન્દ્ર સરકાર, બંગાળ સરકારથી ડરે છે. નીતિશ કુમાર પલટુબાજ છે. બંધોપાધ્યાયએ કહ્યું કે ઈન્ડિયા અલાયન્સમાં મોટી પાર્ટી કોંગ્રેસની ઉપર નિર્ભર કરે છે કે તે કેવી રીતે ચલાવે છે. અમે બંગાળમાં એકલા લડીશું. તેમને કહ્યું કે કોંગ્રેસ દેશમાં ભાજપને હરાવવા ઈચ્છે છે પણ બંગાળમાં તે ટીએમસીને હરાવવા ઈચ્છે છે. બંગાળમાં કોંગ્રેસ, ભાજપ અને સીપીએમની સાથે મળી મમતાને હરાવવા ઈચ્છે છે. તેથી અમે એકલા લડી રહ્યા છીએ. અમે 42 સીટ જીતીશું.

Related post

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે કાર્યસ્થળે ફાયદો થશે, અડચણ દૂર થવાની સંભાવના

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…
કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે સારા સમાચાર મળશે, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે

કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…
મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે અટકેલા નાણાં પરત મળશે, મતભેદ દૂર થશે

મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ 26 February to 3 March 2024: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *