બજાજ ગ્રુપની કંપની રૂપિયા 7000 કરોડનો IPO લાવશે, જાણો યોજના વિશે વિગતવાર માહિતી

બજાજ ગ્રુપની કંપની રૂપિયા 7000 કરોડનો IPO લાવશે, જાણો યોજના વિશે વિગતવાર માહિતી

બજાજ ગ્રુપની કંપની રૂપિયા 7000 કરોડનો IPO લાવશે, જાણો યોજના વિશે વિગતવાર માહિતી

Bajaj Housing Finance IPO:  બજાજ હાઉસિંગ ફાઇનાન્સે પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂપિયા 7,000 કરોડ એકત્ર કરવા માટે મૂડી બજારના નિયમનકાર સેબી પાસે પ્રારંભિક દસ્તાવેજો ફાઇલ કર્યા છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયામાં ફાઈલ કરાયેલા દસ્તાવેજો અનુસાર પ્રસ્તાવિત આઈપીઓમાં રૂપિયા 4,000 કરોડ સુધીના નવા ઈક્વિટી શેર અને પેરેન્ટ કંપની દ્વારા રૂપિયા 3,000 કરોડના ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) યોજનાનો નો સમાવેશ થાય છે.

સપ્ટેમ્બર 2025 સુધીમાં લિસ્ટિંગ જરૂરી છે

કંપની દ્વારા શેરનું વેચાણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના નિયમોનું પાલન કરવાની સૂચનાના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. યોજના મુજબ ઉપલા સ્તરની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ એટલેકે NBFCs ને સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવી જરૂરી છે. ફ્રેશ ઈશ્યુમાંથી મળનારી આવકનો ઉપયોગ કંપનીની ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા તેના મૂડી આધારને વધારવા માટે કરવામાં આવશે.

જાણો હાઉસિંગ ફાઇનાન્સ કંપની વિશે

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એ સપ્ટેમ્બર, 2015 થી નેશનલ હાઉસિંગ બેંકમાં નોંધાયેલ નોન ડિપોઝિટ લેતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની (HFC) છે. તે રહેણાંક અને વ્યાપારી મિલકતોની ખરીદી અને નવીનીકરણ માટે નાણાકીય ઉકેલો પ્રદાન કરે છે. ગયા નાણાકીય વર્ષ (2023-24) માટે કંપનીનો ચોખ્ખો નફો 38 ટકા વધીને રૂ. 1,731 કરોડ થયો હતો.

6 જૂનના રોજ, બજાજ ફાઇનાન્સના બોર્ડે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, બોફા સિક્યોરિટીઝ ઇન્ડિયા લિ., SBI કેપિટલ માર્કેટ્સ લિ., ગોલ્ડમેન સૅક્સ ( ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ અને જેએમ ફાઈનાન્શિયલ લિમિટેડ એ બુક-રનિંગ લીડ મેનેજર છે જેઓ કંપનીના જાહેર ઈશ્યુનું સંચાલન કરશે.

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એ સપ્ટેમ્બર 2015 થી નેશનલ હાઉસિંગ બેંકમાં નોંધાયેલ નોન ડિપોઝિટ લેતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે. તે રહેણાંક અને વ્યાપારી મિલકતોની ખરીદી અને નવીનીકરણ માટે ધિરાણ ઉકેલો પ્રદાન કરે છે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચો : Stock Tips : આ સરકારી કંપનીઓના શેરમાં રોકાણ કરાવી શકે છે લાભ, કંપનીઓ તરફથી જાહેર થયા સારા સમાચાર

Related post

T20 World Cup 2024માં એક પણ મેચ ન જીતી શકી 4 ટીમ, એક ટેસ્ટ મેચ રમનાર દેશ પણ સામેલ

T20 World Cup 2024માં એક પણ મેચ ન જીતી…

ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતવાની રેસમાં 8 ટીમ છે, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી ટીમ પહેલી વખત પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ચુકી…
ભરૂચ : મૌસમનો પહેલો વરસાદ વરસાદ લોકોમાં આનંદની લાગણી, ધરતીપુત્રોને હાશકારો, જુઓ વીડિયો

ભરૂચ : મૌસમનો પહેલો વરસાદ વરસાદ લોકોમાં આનંદની લાગણી,…

ભરૂચ : દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી મહેર કર્યા બાદ મેઘરાજાએ રીસામણા લીધા હતા. ભરૂચમાં મૌસમની શરૂઆતમાં મેઘરાજા ક્યારે હાજરી પૂરાવશે તે…
વલસાડ : ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી, જુઓ વીડિયો

વલસાડ : ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં…

વલસાડ : દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી ગયા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *