ફિલ્મની ટિકિટ ક્યાંથી ખરીદવી સસ્તી પડશે, ઓનલાઈન કે ઓફલાઈન ?

ફિલ્મની ટિકિટ ક્યાંથી ખરીદવી સસ્તી પડશે, ઓનલાઈન કે ઓફલાઈન ?

ફિલ્મની ટિકિટ ક્યાંથી ખરીદવી સસ્તી પડશે, ઓનલાઈન કે ઓફલાઈન ?

દરેક વ્યક્તિને ફિલ્મો જોવાનો શોખ હોય છે. ઘણીવાર આપણે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ છીએ. ફિલ્મની ટિકિટ ખરીદતી વખતે તમે કેટલીકવાર તેની કિંમતોમાં ઘટાડો અથવા વધારો જોયો હશે. તેનું કારણ ટિકિટ પર લાગતો ટેક્સ છે. ઘણી વખત એવું બને છે કે રાજ્ય સરકાર દ્વારા કેટલીક ફિલ્મોને ટેક્સ ફ્રી કરવામાં આવે છે, જેના કારણે ટિકિટના ભાવ ઘટે છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મની ટિકિટ ક્યાંથી ખરીદશો તો સસ્તી પડશે.

ફિલ્મની ટિકિટ ઓનલાઈન ખરીદવાથી સસ્તી પડશે કે ઓફલાઈન. આ સવાલ દરેકના મનમાં હશે. ત્યારે આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે ટિકિટ ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે.

ફિલ્મની ટિકિટ ઓનલાઇન પડશે મોંઘી

જો તમે પણ ફિલ્મ જોવા માટે ઓનલાઈન ટિકિટ બુક કરો છો ? તો જાણી લો કે તે ઓફલાઈન કરતાં કેમ મોંઘી પડે છે. ફિલ્મની ટિકિટના ઓનલાઈન બુકિંગ પર તમારી પાસેથી કન્વીનિયન્સ ફી અને ઈન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જિસના નામે વધુ પૈસા વસૂલવામાં આવે છે, સિનેમા હોલની વેબસાઈટ પરથી કે પછી તમે તે થર્ડ પાર્ટી એપ દ્વારા ટિકિટ બુક કરો છો તો પણ વધારે પૈસા ચુકવવા પડશે.

થર્ડ પાર્ટી એપ્સ પર ઓનલાઈન ફિલ્મની ટિકિટનું વેચાણ સતત ચાલુ રહે છે. ત્યારે તેમની પાસે ટિકિટ માટે પણ બે થી ત્રણ રેન્જની ટિકિટ હોય છે. તેઓ આ કિંમત મુજબ તેમની કન્વીનિયન્સ ફી એકત્રિત કરે છે. ત્યારે તમારે સામાન્ય ટિકિટની રકમ કરતાં 70 થી 80 રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે. જો તમે પણ આ બધા બિનજરૂરી ખર્ચામાંથી રાહત મેળવવા માંગતા હોવ તો તમારે ફિલ્મની ટિકિટ ઓફલાઇન ખરીદવી જોઈએ.

આ પણ વાંચો આ દેશમાં વિદેશી ચેનલ જોવા પર થઈ શકે છે જેલની સજા, 1 ટકા કરતા પણ ઓછા લોકો પાસે છે ઈન્ટરનેટ

Related post

T20 World Cup 2024માં એક પણ મેચ ન જીતી શકી 4 ટીમ, એક ટેસ્ટ મેચ રમનાર દેશ પણ સામેલ

T20 World Cup 2024માં એક પણ મેચ ન જીતી…

ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતવાની રેસમાં 8 ટીમ છે, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી ટીમ પહેલી વખત પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ચુકી…
ભરૂચ : મૌસમનો પહેલો વરસાદ વરસાદ લોકોમાં આનંદની લાગણી, ધરતીપુત્રોને હાશકારો, જુઓ વીડિયો

ભરૂચ : મૌસમનો પહેલો વરસાદ વરસાદ લોકોમાં આનંદની લાગણી,…

ભરૂચ : દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી મહેર કર્યા બાદ મેઘરાજાએ રીસામણા લીધા હતા. ભરૂચમાં મૌસમની શરૂઆતમાં મેઘરાજા ક્યારે હાજરી પૂરાવશે તે…
વલસાડ : ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી, જુઓ વીડિયો

વલસાડ : ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં…

વલસાડ : દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી ગયા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *