પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકોને પણ સરકાર આપે છે 7 લાખનો મફત વીમો, આ રીતે મેળવો લાભ

પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકોને પણ સરકાર આપે છે 7 લાખનો મફત વીમો, આ રીતે મેળવો લાભ

પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકોને પણ સરકાર આપે છે 7 લાખનો મફત વીમો, આ રીતે મેળવો લાભ

કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ઘણી સુવિધાઓ આપવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તમે પ્રાઈવેટ જોબ કરતા હોવ તો પણ આ મફત સરકારી યોજનાનો લાભ લઈ શકો છો. કેન્દ્ર સરકાર EDLI સ્કીમ એટલે કે એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ, 1976 હેઠળ રૂ. 7 લાખનું વીમા કવચ આપે છે. હવે સવાલ એ છે કે સરકાર દ્વારા તમામ પ્રકારના ખાનગી કર્મચારીઓને આ કવર આપવામાં આવે છે કે પછી અમુક ખાસ નોકરી કરતા કર્મચારીઓ જ તેનો લાભ મળે છે.

કયા લોકોને લાભ મળે છે ?

સરકાર દ્વારા આપવામાં આવતા 7 લાખ રૂપિયાના મફત વીમા કવચની સુવિધા કાયમી કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે, એટલે કે જો તમે કોન્ટ્રાક્ટ પર કામ કરો છો, તો તમે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. ફ્રીલાન્સર્સને પણ આ સ્કીમનો લાભ મળતો નથી. તમને જણાવી દઈએ કે સરકાર EPFO ​​સબસ્ક્રાઈબર્સને જીવન વીમાની સુવિધા આપે છે. EPFOના તમામ સબ્સ્ક્રાઇબર્સને EDLI સ્કીમ 1976 હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

નિયમો શું છે ?

EDLI યોજના હેઠળ નોકરી કરતા લોકો તેમના પરિવારમાં કોઈને નોમિની બનાવે છે. કોઈ પણ કારણસર કર્મચારીનું માંદગી, અકસ્માત અથવા અચાનક મૃત્યુના કિસ્સામાં, નોમિની વતી વીમાની રકમનો દાવો કરી શકાય છે. નિયમોમાં થયેલા ફેરફારો હેઠળ હવે આ વીમા કવર એવા કર્મચારીના પીડિત પરિવારને પણ ઉપલબ્ધ છે કે જેમણે મૃત્યુના તુરંત પહેલા એક વર્ષમાં એક કરતાં વધુ સંસ્થામાં કામ કર્યું છે.

ખાસ વાત એ છે કે EDLI સ્કીમમાં કર્મચારીએ કોઈ રકમ કે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડતું નથી. જો કર્મચારીએ યોજના હેઠળ કોઈને નોમિની બનાવ્યા નથી, તો મૃતકના જીવનસાથી એટલે કે પતિ અથવા પત્ની, અપરિણીત પુત્રીઓ અથવા સગીર બાળકો કવરેજ મેળવવા માટે હકદાર રહે છે.

કર્મચારી નહીં, કંપની ચૂકવે છે પ્રીમિયમ

આ યોજના હેઠળ કર્મચારીએ પ્રીમિયમ ચૂકવવાનું નથી, પરંતુ તે કંપની દ્વારા ચૂકવવામાં આવે છે. કર્મચારીઓના મૂળ પગારના 12 ટકા + DA એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (EPF)માં જાય છે. તો કંપની એટલે કે એમ્પ્લોયર દ્વારા માત્ર 12 ટકા યોગદાન આપવામાં આવે છે. આ 12 ટકામાંથી 8.33 ટકા યોગદાન કર્મચારી પેન્શન યોજના EPSમાં જાય છે, જ્યારે બાકીનું 3.66 ટકા EPFમાં જાય છે. EDLI સ્કીમ વિશે વાત કરીએ તો, પ્રીમિયમ માત્ર એમ્પ્લોયર દ્વારા જ જમા કરવામાં આવે છે. આ કર્મચારીના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 0.50 ટકા છે. જો કે બેઝિક સેલરીની મહત્તમ મર્યાદા 15 હજાર રૂપિયા સુધીની છે.

કેવી રીતે થાય છે ગણતરી ?

EDLI યોજના હેઠળના દાવાની ગણતરી કર્મચારીના છેલ્લા 12 મહિનાના બેઝિક પગાર + DAના આધારે કરવામાં આવે છે. વીમા કવચ માટેનો દાવો છેલ્લા બેઝિક પગાર + DAના 30 ગણો હતો, પરંતુ નવા ફેરફારો હેઠળ હવે તે 35 ગણો થઈ ગયો છે. આ સાથે મહત્તમ બોનસ જે પહેલા 1.50 લાખ રૂપિયા હતું તે વધારીને 1.75 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે.

આ બોનસ છેલ્લા 12 મહિના દરમિયાન સરેરાશ પીએફ બેલેન્સનો અડધો ભાગ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો છેલ્લા 12 મહિનાનો બેઝિક પગાર + DA રૂ. 15,000 છે, તો વીમાનો દાવો (35 x 15,000) + રૂ. 1,75,000 = રૂ. 7 લાખ થશે. આ મહત્તમ મર્યાદા છે. જો બેઝિક પગાર વધુ હોય તો પણ મહત્તમ મર્યાદાને કારણે, તે માત્ર 15 હજાર રૂપિયા ગણવામાં આવશે અને આ યોજના હેઠળ તમને મહત્તમ 7 લાખ રૂપિયા મળશે.

Related post

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ Video

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ…

પંચમહાલના પાવાગઢ મંદિરમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો હતો. પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકરોની મૂર્તિઓ તોડી…
Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે ડોક્ટર, જીભનો કલર જણાવે છે શરીરના રોગ વિશે, જાણો કેવી રીતે?

Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે…

રિસર્ચ અનુસાર, તમારી જીભને જોઈને તમે સરળતાથી જાણી શકો છો કે તમને કઈ બીમારી થઈ રહી છે. સંશોધન મુજબ, જ્યારે કોઈ…
T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો ખતરો, ટીમ ઈન્ડિયાને 3 મોરચે પડકારશે

T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો…

T20 વર્લ્ડ કપ 2024નો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને હવે નજર સુપર-8 પર છે. આ રાઉન્ડની તમામ 8 ટીમો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *