
પોરબંદર સમાચાર : પોરબંદરના 80 જેટલા માછીમાર પરિવારોમાં દિવાળી, જેલમાં બંધ માછીમારોને પાકિસ્તાન મુક્ત કરશે, જુઓ વીડિયો
- GujaratOthers
- November 2, 2023
- No Comment
- 11
છેલ્લા કેટાલાક સમયથી પાકિસ્તાન જેલમાં બંધ પોરબંદરના માછીમારોની દિવાળી સુધરી છે.પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારોને આગામી સમયમાં મુક્ત કરવામાં આવશે. 9 નવેમ્બરે પાકિસ્તાન જેલમાંથી 80 માછીમારો મુક્ત કરવામાં આવશે.
તેમજ તમામ માછીમારો 10 નવેમ્બરે વાઘા બોર્ડર પહોંચશે. જેના પગલે તમામ માછીમારો પરિવાર સાથે દિવાળી પર્વ ઉજવશે. દિવાળી પૂર્વે માછીમારોની મુક્તિના સમાચારથી પરિવારજનોમાં ખુશી છવાઈ છે.
આ અગાઉ 184 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા
આ અગાઉ પણ પાકિસ્તાનની જેલમાંથી અનેક માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. જેનું રાજ્યના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.પાકિસ્તાન સરકાર દ્વારા મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના 184, આંધપ્રદેશના 3, દિવના 4, મહારાષ્ટ્રના 5 અને ઉત્તરપ્રદેશના 2નો સમાવેશ થયો હતો.
ગુજરાતની 184 વ્યક્તિમાં ગીર સોમનાથ જિલ્લાના 152, દેવભૂમિ દ્વારકાના 22, જામનગર, જુનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક, પોરબંદરના 5 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી હતી.