પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનને ભેટ આપી રામમંદિરની પ્રતિકૃતિ તો શું બોલ્યા મેક્રોન?- ખાસ વાંચો

પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનને ભેટ આપી રામમંદિરની પ્રતિકૃતિ તો શું બોલ્યા મેક્રોન?- ખાસ વાંચો

પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનને ભેટ આપી રામમંદિરની પ્રતિકૃતિ તો શું બોલ્યા મેક્રોન?- ખાસ વાંચો

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોન 75માં પ્રજાસત્તાક દિવસ સમારોહના મુખ્ય અતિથિ તરીકે ગુરુવારે ભારત આવ્યા હતા. પહેલાથી નિર્ધારિત કાર્યક્રમો અનુસાર તેઓ જયપુર પહોંચ્યા હતા. જ્યા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મેક્રોનનું સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ પીએમ મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોને જયપુરમાં એક રોડ શો પણ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોન ગુરુવારે જયપુરમાં એક ભવ્ય રોડ શો કર્યો હતો. આ રોડ શો જંતર મંતરથી શરૂ થયો અને સાંગાનેરી દરવાજા સુધી યોજાયો હતો. આ દરમિયાન રોડ શો નિહાળવા માટે રોડની બંને બાજુ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ હતુ. એક તરફ પીએમ મોદીની લોકપ્રિયતા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના આગમન આ લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકોએ પીએમ મોદી અને મેક્રોન ઉપર પુષ્પ વર્ષા પણ કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ મેક્રોનના રામ મંદિર મોડલની ભેટ આપી હતી અને એક દુકાન પર મસાલા ચા પણ પીવડાવી હતી.

આ વર્ષે 75માં ગણતંત્ર દિવસ સમારોહમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન મુખ્ય અતિથિ હતા. જયપુરમાં મેક્રોને આમેર કિલ્લો, જંતર મંતર વેધશાળા અને હવામહલની પણ મુલાકાત લીધી હતી.

પીએમ મોદીએ મેક્રોનને ભેટમાં આપ્યુ રામ મંદિરની પ્રતિક્રૃતિ, મેક્રોન બોલી ઉઠ્યા ‘અયોધ્યા જવુ પડશે’

રોડ શો સંપન્ન થયા બાદ પીએમ મોદી અને મેક્રોન ખુલ્વી ગાડીમાં હવામહલ સામે ઉતર્યા, તેમણે લગભગ 1000 બારીઓ અને ઝરુખાવાળી જગમગાતી પાંચ માળની ઈમારતની પ્રશંસા કરી. બંને નેતાઓએ તેમના વિસ્તારમાં એક હસ્તશિલ્પની દુકાનની મુલાકાત લીધી હતી. દુકાનદારના જણાવ્યા મુજબ પીએમ મોદીએ મેક્રોન માટે રામ મંદિરની એક નાનકડી પ્રતિકૃતિ ખરીદી અને યુપીઆઈથી 500 રૂપિયાનું પેમેન્ટ પણ કર્યુ હતુ. રામ મંદિરની આ નાનકડી પ્રતિકૃતિ જોઈ મેક્રોન બોલી ઉઠ્યા કે ‘અયોધ્યા જવુ પડશે’

 

પીએમ મોદીએ મેક્રોનને કુલડીની ચા અંગે આપી જાણકારી

એ બાદ પીએમ મોદી અને મેક્રોને સાહુ ટી સ્ટોલ પર બેસી ચા પીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ તેમને માટીની કુલડી અંગે જાણકારી આપી હતી. ચા પીધા બાદ ચાવાળાએ પૈસા લેવાની ના પાડી પરંતુ પીએમ મોદીએ ભીમ યુપીઆઈ દ્વારા દુકાન પર જ ચાનુ પેમેન્ટ કર્યુ. ત્યારબાદ બંને નેતાઓ સાંગાનેરી દરવાજા સુધી રોડ શો માટે ફરી ખુલ્લી કારમાં સવાર થયા. રોડ શો સંપન્ન થયા બાદ પીએમ મોદી અને મેક્રોન ડીનર તેમજ દ્વીપક્ષીય ચર્ચા માટે રામબાગ પેલેસ જવા રવાના થયા હતા.

ગણતંત્ર દિવસ સમારોહમાં સામેલ થનારા છઠ્ઠા ફ્રાંસીસી નેતા

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં મેક્રોન મુખ્ય અતિથિ હતા. ફ્રાંસીસી સેનાની એક ટૂકડીએ પણ આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો. ફ્રાંસની વાયુસેનાના બે રાફેલ યુદ્ધવાહક વિમાન અને એક ઍરબસ એ330 મલ્ટી રોલ ટેન્કર પરિવહન વિમાન પણ સમારોહમાં સામેલ થયા હતા. મેક્રોન ગણતંત્ર દિવસની સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થનારા છઠ્ઠા ફ્રાંસિસી નેતા છે. તેમની પહેલા 2016માં તત્કાલિન ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ, 2008માં નિકોલસ સરકોઝી, 1998માં જેક્સ શિરાક, 1980માં વાલેરી ગિસ્કાર્ડ ડીએસ્ટેગ અને 1976માં પ્રધાનમંત્રી જેક્સ શિરાક ભારતમાં ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ બની ચુક્યા છે.

આ પણ વાંચો: બિહારના આ પૂર્વ મુખ્યમંત્રીને મળશે મરણોપરાંત ભારતરત્ન, રાષ્ટ્રપતિભવન દ્વારા કરાઈ આ નામની જાહેરાત- વાંચો

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના…

દ્વારકાના જગત મંદિરમાં PM નરેન્દ્ર મોદીમાં ભગવાન દ્વારકાધીશની પૂજા કરી છે. તેમજ આરતી પણ કરી છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ દિવસની…
What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી જાણો શું મોદી સરકાર કરશે હેટ્રિક ? કેવી રીતે ?

What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી…

દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક TV 9 ફરી એકવાર તેના What India Thinks Today પ્લેટફોર્મ સાથે તૈયાર છે. આ 3 દિવસીય…
Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને કરાયા સસ્પેન્ડ

Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને…

માંડલ – અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંધાપાકાંડના પગલે ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મીટીંગ કરી હતી જેમાં એક મોટો નિર્ણય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *