
પાલનપુરમાં 23 વર્ષના યુવાને હાર્ટએટેકથી જીવ ગુમાવ્યો, નાસ્તો વેચવા દરમિયાન જ ઢળી પડ્યો
- GujaratOthers
- November 6, 2023
- No Comment
- 11
રાજ્યમાં હ્રદયરોગના હુમલાને લઈ યુવાન વયે જ જીવ ગુમાવવાની ઘટનાઓ સતત સામે આવી રહ્યા છે. વધુ એક સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે. પાલનપુરમાં એક 23 વર્ષના યુવકે હાર્ટએટેકને લઈ જીવ ગુમાવ્યા છે. યુવાન વયે જ હાર્ટએટેકને લઈ મોત નિપજવાની ઘટનાને લઈ ચિંતા વધી રહી છે. યુવક નાસ્તો વેચતો હતો અને એકાએક જ તેને અસ્વસ્થતા અનુભવાતા તે ઢળી પડ્યો હતો.
આ પણ વાંચોઃ વડાલી વિસ્તારમાં ચાલુ બાઈક પર દીપડાએ હુમલો કર્યો, 12 વર્ષના કિશોરને નખ ભર્યા
યુવાન ઢળી પડતા તેને તુરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકે હાર્ટએટેકને લઈ મોતને ભેટ્યાના સમાચાર મળ્યા હતા. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી હાર્ટ એટેકના સમાચાર સામે આવી રહ્યા છે અને યુવાન વયે જ જીવ ગુમાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં થોડાક દિવસ અગાઉ યુવતી પશુઓ માટે ખેતરમાં ઘાસચારો કાપી રહી હતી અને મોતને ભેટી હતી.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો