પાકિસ્તાનના આ શહેરમાં પ્રદૂષણના કારણે હાલત ખરાબ, લગાવવી પડી ઈમરજન્સી

પાકિસ્તાનના આ શહેરમાં પ્રદૂષણના કારણે હાલત ખરાબ, લગાવવી પડી ઈમરજન્સી

પાકિસ્તાનના આ શહેરમાં પ્રદૂષણના કારણે હાલત ખરાબ, લગાવવી પડી ઈમરજન્સી

લાહોર હાઈકોર્ટે શહેરમાં વધી રહેલા પ્રદૂષણ માટે લાહોર પ્રશાસનને ઉધડા લીધો હતો. વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં લાહોર ટોપ પર છે. પ્રદૂષણના કારણે લોકોને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિને જોતા લાહોરમાં સ્મોગ ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે.

લાહોર હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે આ નિર્ણય લીધો

પ્રદૂષણ માત્ર ભારત માટે જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન માટે પણ સમસ્યા બની ગયું છે. પાકિસ્તાનના લાહોર શહેરમાં પ્રદૂષણ લોકો માટે સમસ્યા બની ગયું છે. તમે એ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે સ્થિતિ એટલી ખરાબ છે કે સરકારે ઈમરજન્સી પણ લગાવવી પડી છે. લાહોર હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે આ નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે લાહોર હાઈકોર્ટે પ્રશાસનને વધતા પ્રદૂષણ માટે વર્તમાન સરકારને જવાબદાર ઠેરવતા શહેરમાં ઈમરજન્સી લગાવવાની સૂચના આપી છે. આ સાથે કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે ધુમાડા માટે જવાબદાર ફેક્ટરીઓ ફરી ન ખોલવામાં આવે.

આ સાથે શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પણ આવી ફેક્ટરીઓ વિશે અધિકારીઓને જાણ કરવા જણાવ્યું હતું. કોર્ટે કમિશનર સહિત તમામ અધિકારીઓને શાળા-કોલેજોની મુલાકાત લેવા અને વિદ્યાર્થીઓને આ અંગે માહિતી આપવાનો આદેશ આપ્યો છે.

વધતું પ્રદૂષણ ચિંતાનો વિષય

હાઈકોર્ટના ન્યાયાધીશ શાહિદ કરીમે લાહોરના કમિશનર મોહમ્મદ અલી રંધાવાને વર્તમાન પરિસ્થિતિ માટે સખત ઉધડા લીધા હતા. તેમણે કહ્યું કે સ્મોગ તેમની અંગત સમસ્યા નથી પણ બાળકો સાથે જોડાયેલી સમસ્યા છે. આ પણ ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે કમિશ્નરને કહ્યું કે તમે પણ શહેરના રક્ષક છો, તમે તેની સાથે શું કર્યું તે જુઓ. આ પછી કોર્ટે આ કેસની સુનાવણી 3 નવેમ્બર સુધી મુલતવી રાખી દીધી છે.

ગેસ ચેમ્બર બન્યું લાહોર

સ્મોગના કારણે લાહોર ઝેરી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. પરિસ્થિતિ ખરાબથી ખરાબ તરફ વધી રહી છે. લોકો ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મંગળવારે સતત ત્રીજા દિવસે લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોચ પર હતું.

એક રિપોર્ટ અનુસાર, અહીં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 255 નોંધાયો હતો. સોમવારે અહીંનો AQI 447 પર પહોંચ્યો હતો. પંજાબના કાર્યકારી મુખ્યમંત્રી મોહસિન નકવીએ કહ્યું કે સમગ્ર પંજાબમાં સ્મોગ ઈમરજન્સી લગાવવામાં આવી છે અને તમામ શાળાઓમાં બાળકોને એક મહિના માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પાકિસ્તાન: બંધ થવાના આરે છે પાકિસ્તાન રેલવે, કર્મચારીઓના પગાર ચૂકવવાના પણ નથી રૂપિયા

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Related post

ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોત, આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી

ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોત, આરોગ્ય…

ખેડાના નડિયાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિલોદરા અને બગડુ ગામે બે દિવસમાં પાંચ યુવકોના શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચ્યો…
આ પોપ્યુલર ક્રિકેટર્સની લગ્નની પિચ પર પડી છે વિકેટ, જુઓ ફોટો

આ પોપ્યુલર ક્રિકેટર્સની લગ્નની પિચ પર પડી છે વિકેટ,…

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાય ગયો છે. મુકેશ કુમારે છપરાના બનિયાપુર બેરુઈ ગામની રહેવાસી દિવ્યા સિંહને…
એક્ઝિટ પોલ ઓપિનિયન પોલથી કેવી રીતે છે અલગ? જાણો આ સાથે જોડાયેલી તમામ માહિતી

એક્ઝિટ પોલ ઓપિનિયન પોલથી કેવી રીતે છે અલગ? જાણો…

મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ,અને રાજસ્થાનમાં 7 નવેમ્બરથી 25 નવેમ્બર દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તે જ સમયે, તેલંગાણામાં મતદારો 30 નવેમ્બરે મતદાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *