પટનામાં PM મોદીનો મેગા રોડ શો, રસ્તાઓ પર ઉમટી પડી ભારે ભીડ, જુઓ વીડિયો

પટનામાં PM મોદીનો મેગા રોડ શો, રસ્તાઓ પર ઉમટી પડી ભારે ભીડ, જુઓ વીડિયો

પટનામાં PM મોદીનો મેગા રોડ શો, રસ્તાઓ પર ઉમટી પડી ભારે ભીડ, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારની રાજધાની પટનામાં રોડ શો કરી રહ્યા છે. પીએમ મોદીનો આ રોડ શો શરૂઆતમાં 2 કિલોમીટર લાંબો થવાનો હતો, પરંતુ ભારે ભીડને જોતા તેને એક કિલોમીટર વધુ લંબાવવામાં આવ્યો છે. રોડ શોમાં પીએમ મોદીની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. આ પહેલીવાર છે કે પટનામાં દેશના કોઈ વડાપ્રધાનનો રોડ શો યોજાઈ રહ્યો છે.

આ રહેશે ટાઈમટેબલ

વડાપ્રધાનનો આ રોડ શો ભટ્ટાચાર્ય મોડથી શરૂ થયો છે અને ઉમા સિનેમા, કદમકુઆં, સાહિત્ય સંમેલન, ઠાકુરબારી રોડ થઈને ઉદ્યોગ ભવન પહોંચશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ રોડ શો લગભગ 2 કલાક ચાલશે. રોડ શો પૂરો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનમાં જ રાત માટે આરામ કરશે. બીજા દિવસે એટલે કે 13મી મેના રોજ પીએમ મોદી પટના સિટી ગુરુદ્વારાની પણ મુલાકાત લેશે. ગુરુદ્વારાથી પીએમ મોદી સીધા એરપોર્ટ પહોંચશે અને હાજીપુર જવા રવાના થશે. હાજીપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી વૈશાલી અને સારણમાં જનસભા પણ કરશે.

(Credit Source : @AHindinews)

PM Narendra Modi Patna Road Show :

  • રોડ શોમાં પીએમની એક ઝલક મેળવવા માટે રોડની બંને બાજુ ઉભેલી ભીડ ફૂલોની વર્ષા કરી રહ્યા હતા. રોડ શોમાં મહિલાઓનું એક જૂથ પીએમ મોદીની કારની આગળ ચાલી રહ્યું હતું.
  • પીએમ મોદીની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પટના સાહિબ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ પણ ખુલ્લી જીપમાં હાજર છે.
  • પટનામાં પીએમ મોદીનો રોડ શો શરૂ થઈ ગયો છે. પીએમ મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને પટનાની સડકો પર ઉભેલા લોકોનું અભિવાદન કરી રહ્યા છે.
  • પીએમ મોદીના રોડ શો માટે ઉમટેલી ભારે ભીડને ધ્યાનમાં રાખીને રોડ શો વધુ એક કિલોમીટર લંબાવવામાં આવ્યો છે.
  • પીએમ નરેન્દ્ર મોદી પટના એરપોર્ટ પર પહોંચી ગયા છે. એરપોર્ટથી પીએમ મોદી રાજભવન જશે અને થોડો સમય રોડ શોમાં ભાગ લેશે. રસ્તાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
  • પીએમ મોદીના રોડ શો માટે ભાજપ દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. રસ્તાની બંને બાજુ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
  • પીએમ મોદી થોડા સમયમાં પટના પહોંચવાના છે. પીએમ મોદી પટનામાં લગભગ 2 કિલોમીટર લાંબો રોડ શો કરશે. આ રોડ શોમાં પીએમ સાથે મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ જોવા મળશે.

Related post

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા માંગતો? મળી ગયો જવાબ

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા…

કોણ બનશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ? આ પોસ્ટ માટે કોણ અરજી કરશે? ભારતીય ક્રિકેટ ચાહકોને આ સવાલનો જવાબ ટૂંક સમયમાં મળી…
શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની પત્રકારે સુરેશ રૈનાને ચીડવ્યો, આપ્યો જડબાતોડ જવાબ

શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની…

T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે પહેલા ICCએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને મોટું સન્માન…
IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર, આ મોટી જવાબદારી સોંપવામાં આવી

IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર,…

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર સાથે દિનેશ કાર્તિકની IPL સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *