ના ફાંસી, ના ઇન્જેક્શન…નાઈટ્રોજન ગેસથી મૃત્યુદંડની સજા આપનાર અમેરિકા બન્યો પ્રથમ દેશ

ના ફાંસી, ના ઇન્જેક્શન…નાઈટ્રોજન ગેસથી મૃત્યુદંડની સજા આપનાર અમેરિકા બન્યો પ્રથમ દેશ

ના ફાંસી, ના ઇન્જેક્શન…નાઈટ્રોજન ગેસથી મૃત્યુદંડની સજા આપનાર અમેરિકા બન્યો પ્રથમ દેશ

અમેરિકમાં હત્યાના આરોપી કેનેથ યુજીન સ્મિથને ગુરુવારે સાંજે અલાબામામાં નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ભારતીય સમય અનુસાર શુક્રવારે સવારે તેનું નિધન થયું હતું. જે બાદ અમેરિકા નાઇટ્રોજન ગેસ માસ્કથી મૃત્યુદંડની સજા આપનાર વિશ્વનો પ્રથમ અને એકમાત્ર દેશ બન્યો છે.

35 વર્ષ પછી સજા મળી

35 વર્ષ પહેલા એક અમેરિકન મહિલાની હત્યા કરવામાં આવી હતી. જે સ્મિથે સોપારી આપી હતી. હવે આ ઘટનાને 35 વર્ષ વીતી ગયા છે. હવે સ્મિથને તેના કાર્યોની સજા મળી છે અને તે પણ સાવ અલગ રીતે. આ પહેલા વર્ષ 2022માં તેને ઝેરી ઈન્જેક્શન આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈન્જેક્શનના અનેક પ્રયાસો છતાં તે બચી ગયો હતો.

ત્યાર બાદ અલાબામા કોર્ટે નક્કી કર્યું હતું કે સ્મિથને નાઇટ્રોજન ગેસની મદદથી મૃત્યુદંડ આપવામાં આવશે. 25 જાન્યુઆરીની મોડી સાંજે તેને નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. સ્મિથને આપવામાં આવેલા આ મૃત્યુને લઈને માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં હોબાળો મચ્યો છે, કારણ કે અસંખ્ય અમેરિકન નાગરિકોની સાથે સાથે લાખો માનવાધિકારના હિમાયતીઓ સ્મિથને આપવામાં આવેલા આ મૃત્યુના વિરોધમાં છે. અને તેઓ તેને બર્બરતા ગણાવી રહ્યા છે.

અમેરિકાના મોટાભાગના રાજ્યો આ પદ્ધતિને યોગ્ય કહી રહ્યા છે

નાઈટ્રોજન ગેસ દ્વારા સ્મિથના મૃત્યુદંડનો વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે, પરંતુ મોટાભાગના યુએસ રાજ્યો તેની તરફેણમાં છે, કારણ કે ઘણા નિષ્ણાતોને લાગે છે કે નાઈટ્રોજન વડે કોઈની હત્યા કરવી એ સૌથી ઝડપી, સહેલો અને ઓછો ડરામણો રસ્તો છે. અમેરિકામાં અત્યાર સુધી જે ઝેરી ઈન્જેક્શન આપીને મૃત્યુદંડની સજા આપવામાં આવી રહ્યી છે, તેને ખરીદવામાં ઘણી મુશ્કેલીઓ છે. ત્યારે અમેરિકા મોતના વૈકલ્પિક માધ્યમો શોધી રહ્યું છે.

આ પણ વાંચો એક બિસ્કિટે લીધો છોકરીનો જીવ, ખાતા જ તેની તબિયત બગડી, તે કોમામાં ચાલી ગઈ અને…

Related post

દુનિયાની એકમાત્ર એવી હોટલ જ્યાં લોકો આવે છે પોતાનું અપમાન કરાવવા, એક રાતનું ભાડું છે 20 હજાર રૂપિયા

દુનિયાની એકમાત્ર એવી હોટલ જ્યાં લોકો આવે છે પોતાનું…

લોકો ઘણીવાર શાંતિની શોધમાં હોટલોમાં જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી હોટલ છે જ્યાં જઈને લોકો…
શાકમાં વધારે પડી ગયું છે મરચુ? તો જાણો કેવી રીતે તીખાશ કરશો ઓછી

શાકમાં વધારે પડી ગયું છે મરચુ? તો જાણો કેવી…

રસોઈ બનાવતી વખતે ગમે તેટલી કાળજી લેવામાં આવે પણ કેટલીકવાર કેટલીક નાની નાની ભૂલો થઈ જ જાય છે જેના કારણે મન…
અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2 મેચ માટે કર્યો સસ્પેન્ડ

અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2…

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શનિવારના રોજ શ્રીલંકાના કેપ્ટન વાનિંદુ હસરંગા પર 2 મેચ પર પ્રતિબંધ લગાવ્યો છે. શ્રીલંકાના ટી 20 કેપ્ટન વાનિંદુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *