નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પ્રથમ વચગાળાનું બજેટ કરશે રજૂ, અહીં જોઈ શકશો લાઈવ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પ્રથમ વચગાળાનું બજેટ કરશે રજૂ, અહીં જોઈ શકશો લાઈવ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પ્રથમ વચગાળાનું બજેટ કરશે રજૂ, અહીં જોઈ શકશો લાઈવ

1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2024ની સાથે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પોતાનું પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણનું આ છઠ્ઠુ બજેટ પણ હશે, જેને તે સંસદમાં રજૂ કરશે. આ વખતે સરકારે ઈકોનોમિક સર્વે જાહેર કર્યો નથી. આગામી મહિનાઓમાં દેશમાં લોકસભાની ચૂંટણી છે. મે મહિનામાં નવી સરકાર બન્યા બાદ ઈકોનોમિક સર્વે અને ફૂલ બજેટ લાવશે. નાણાપ્રધાનની સાથે દેશના વડાપ્રધાન મોદી પહેલા જ કહી ચૂક્યા છે કે આ વખતે કોઈ મોટી જાહેરાત નહીં થાય. દેશમાં જલ્દી જ ચૂંટણી યોજાશે, જેના કારણે બજેટમાં કોઈ મોટી જાહેરાતો થઈ શકે છે. ત્યારે જાણો આખરે બજેટનો સમય શું રહેશે અને સાથે જ તમે બજેટને કયા લાઈવ જોઈ શકશો.

આ છે સમય?

વચગાળાનું બજેટ 2024ની જાહેરાત 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે થશે. નરેન્દ્ર મોદી સરકારની શરૂઆતના કાર્યકાળમાં પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીએ ફેબ્રુઆરીના છેલ્લા કામકાજ પર બજેટની જાહેરાત કરવાની પરંપરાને બદલી દીધી હતી.

કયા જોઈ શકશો લાઈવ?

નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ સંસદ ટીવી અને ડીડી ન્યૂઝ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. પીઆઈબી પોતાની ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ અને વેબસાઈટ પર પણ બજેટનું ઓનલાઈન પ્રસારણ કરશે.

શું છે અપેક્ષા?

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંકેત આપ્યો છે કે આગામી બજેટમાં મોટી જાહેરાતો નહીં થાય. જો કે મીડિયા રિપોર્ટ કલ્યાણકારી યોજનાઓમાં સંભવિત અપડેટનો ઈશારો કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળતા વાર્ષિક પૈસા 6000થી વધીને 9000 થઈ શકે છે. MGNREGS યોજનામાં વધારો અને આયુષ્માન ભારત યોજનાની અંદર વિસ્તારિત કવરેજ સામેલ છે. તે સિવાય કેપિટલ ખર્ચ વધારવા પર પણ ધ્યાન આપવામાં આવી શકે છે. એવી પણ અપેક્ષા છે કે સરકાર મહિલાઓના ટેક્સ સ્લેબ અલગ કરી શકે છે અને 8 લાખ રૂપિયાની વાર્ષિક ઈન્કમને ટેક્સ ફ્રી કરી શકે છે.

કેવી છે દેશની ઈકોનોમી?

આરબીઆઈથી લઈ આઈએમએફ અને એનએસઓ સુધી ભારતના ઈકોનોમિક ગ્રોથનો આઉટલુક ખુબ જ શાનદાર દેખાઈ રહ્યું છે. આઈએમએફે પોતાના આઉટલુકમાં ફેરફાર કરતા 6.5 ટકા કરી દીધો છે. ત્યારે આરબીઆઈએ પોતાના આઉટલુકમાં ડિસેમ્બરમાં જ ફેરફાર કરી દીધો હતો. આરબીઆઈનું અનુમાન છે કે ભાતરનો ઈકોનોમિક ગ્રોથ 7 ટકા રહી શકે છે. ત્યારે એનએસઓએ જાન્યુઆરીના મહિનામાં પોતાનું પ્રથમ અનુમાન જાહેર કર્યું હતું. એનએસઓએ કહ્યું હતું કે દેશની ઈકોનોમીનો દર 7.3 ટકા રહી શકે છે.

Related post

Attitude Shayari : મુઝે સમજના ઈતના આસાન નહી, ગહરા સમંદર હૂ ખુલા આસમાન નહીં – જેવી શાયરી વાંચો

Attitude Shayari : મુઝે સમજના ઈતના આસાન નહી, ગહરા…

વક્ત રહતે પસીના બહાલો, વરના બાદ મેં આંસૂ બહાના પડેગે અકેલે હૈ મુઝે કોઈ ગમ નહી, જહાં ઈજ્જત નહી વહાં હમ…
દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના આવી સામે, યુવકોએ બનાવેલો જોખમી વીડિયો થયો વાયરલ

દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના…

તાજેતરમાં પીએમ મોદીએ દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યુ છે. ત્યારે દ્વારકાના સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના બની છે.…
મોવડીના મતની ઐસી તૈસી : ચૂંટણી મુદ્દે બે ભાગમાં વહેંચાઈ કોંગ્રેસ, ટિકિટની લડતનું સુરસુરિયું થાય તો નવાઈ નહીં

મોવડીના મતની ઐસી તૈસી : ચૂંટણી મુદ્દે બે ભાગમાં…

ભરૂચ : INDIA ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જવાનો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓની નારાજગી વચ્ચે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *