
નર્મદા : સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ; કહ્યું – ભાજપના નેતાઓનું AAPને સમર્થન ગંભીર બાબત! જુઓ વિડીયો
- GujaratOthers
- November 5, 2023
- No Comment
- 7
નર્મદા : ગુજરાતના ફાયરબ્રાન્ડ આદિવાસી નેતા મનસુખ વસાવા ફરીએકવાર નિવેદનને લઇ ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનકર્મીઓને ધમકાવી ફાયરિંગ કરવાના મામલામાં ચૈતર વસાવાના સમર્થકોએ આપેલા બંધન એલાનને સફળ બનાવવામાં ભાજપાના નેતાઓએજ ભૂમિકા ભજવી હોવાનો સાંસદે આક્ષેપ કર્યો છે.
મનસુખ વસાવાએ કહ્યું હતું કે પક્ષને મજબૂત કરવા નાના કાર્યકરો સંઘર્શ કરે છે તો સામે મોટા નેતાઓ પક્ષ વિરોધી લોકોને સમર્થન કરે છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડા બંધન સમર્થનમાં દુકાનો બંધ ન રાખવા વેપારીઓને વિનંતી કરી હતી. જોકે ડેડીયાપાડા સજ્જડ બંધ રહ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ એલર્ટ હતી.
Input Credit : Vishal Pathak, Narmada