નર્મદા: દેશની ઐતિહાસિક વિરાસતના વરસાની ઝાંખી કરાવતી અમદાવાદ-એકતાનગર ટ્રેનના હેરિટેજ લુકનો જુઓ વિડીયો

નર્મદા: દેશની ઐતિહાસિક વિરાસતના વરસાની ઝાંખી કરાવતી અમદાવાદ-એકતાનગર ટ્રેનના હેરિટેજ લુકનો જુઓ વિડીયો

નર્મદા : આજે 31 ઓક્ટોબરના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થનાર છે. વર્ષ ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.સરદાર પટેલ જયંતી નિમિત્તે ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પિને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયાના પ્રવાસ દરમિયાન વડોદરા ડિવિઝનની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલીઝંડી દેખાડી રહ્યા છે. હેરિટેજ ટ્રેન લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા સાથે દેશના ઐતિહાસિક વિરાસતના  વરસાની ઝાંખી કરાવે છે. એકતાનગર રેલવે સ્ટેશનથી નોન સ્ટોપ અમદાવાદથી એકતાનગર રેલવે સ્ટેશન સુધી દોડશે સ્ટીમ હેરીટેજ સ્પેશિયલ ટ્રેન દોડશે. દર રવિવારે ટ્રેન ચલાવવામાં આવશે. ટ્રેનમાં 4 કોચમાં 144 મુસાફરો બેસી શકશે. આ સાથે ટ્રેનમાં ડાઈનિંગ સહિતની સુવિધા પણ રખાઈ છે. 1 મુસાફરનું અંદાજિત 885 રૂપિયા ભાડું લેવાશે. આ ટ્રેનની સફર યાદગાર રહેશે.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં, જુઓ વીડિયો

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં,…

રાજ્ય વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં છે. અન્ય કેડરના અધિકારીઓને જીએસટી વિભાગમાં નિમણૂક આપવા મુદ્દે વેરા વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો.…
ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં કેટલું પાવરફુલ

ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો…

દેશની અગ્રણી ટ્રેક્ટર બ્રાન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર્સના મોટાભાગના ટ્રેક્ટર ડીઝલ ઇંધણથી ચાલે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ખેડૂતોને CNG ઇંધણ પર ટ્રેક્ટર ચલાવવાથી…
પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં મળે પેન્શન, માત્ર એક જ દિવસ બાકી

પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં…

નિવૃત્ત લોકો માટે પેન્શન તેમના જીવનની કરોડરજ્જુ સમાન છે. નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા માટે તેમના માટે આ આવકનો એક માત્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *