
નર્મદા : કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે સતત બીજા દિવસે કર્મચારીઓનો ઉધડો લીધો, જુઓ વિડીયો
- GujaratOthers
- November 21, 2023
- No Comment
- 9
નર્મદા : કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન નર્મદા જિલ્લાના પ્રવાસે છે જેઓ સરકારી તંત્રની કામગરીને લઈ નારાજ છે. પહેલા દિવસે ઉચ્ચ અધિકારીઓની કાર્યક્રમમાં ગેરહાજરીની ટકોર બાદ બીજા દિવસે લોકોની સમસ્યાઓને લઈ મંત્રીએ સરકારી કર્મચારીઓનો ઉધડો લીધો હતો.
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ જાહેસભામાં ગ્રામજનો સાથે વાર્તાલાપ કરતા એક મહિલા એ મંત્રી ને કહ્યું કે, “એક મહિનાથી આવક નો દાખલો મળ્યો નથી” જે સમસ્યા સાંભળ્યા બાદ તલાટીનો ઉધડો લીધો હતો. યાત્રા માટે આવેલ રથનો કોન્ટ્રાક્ટ રદ કરવા પણ કલેક્ટર નર્મદાને મંત્રીએ મંચ પરથી આદેશ આપ્યો હતો. મંત્રીએ રોષ સાથે કહ્યું કે ” બે દિવસ થી ફરું છું પણ રથ માં બતાવવામાં આવતી ફિલ્મ બરાબર ચાલતી નથી”.
Input Credit : Vishal Pathak, Narmada