નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની આમંત્રણ પત્રિકાની તસવીર આવી સામે, 7000 લોકોને આપવામાં આવ્યુ છે આમંત્રણ

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની આમંત્રણ પત્રિકાની તસવીર આવી સામે, 7000 લોકોને આપવામાં આવ્યુ છે આમંત્રણ

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની આમંત્રણ પત્રિકાની તસવીર આવી સામે, 7000 લોકોને આપવામાં આવ્યુ છે આમંત્રણ

નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે સાંજે 7.15 કલાકે શપથ લેશે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.  પીએમના શપથ ગ્રહણ માટેના આમંત્રણની તસવીર સામે આવી છે. આવતીકાલે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. શુક્રવારે તેઓ NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. આ પછી તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો.

આ પછી રાષ્ટ્રપતિએ તેમને રવિવારે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં અનેક દેશોના વડાઓ હાજરી આપશે. આને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ બંદોબસ્ત રહેશે. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી છે.

આ દેશોના મહેમાનોએ શપથ ગ્રહણમાં ભાગ લીધો હતો

મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના પ્રમુખ વેવેલ રામખેલવાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું

શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રીય રાજધાનીને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ઉડતા ડ્રોન અને પેરાગ્લાઈડિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હીમાં 9-10 જૂન સુધી કલમ 144 લાગુ રહેશે. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની 5 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઈપર્સ તૈનાત રહેશે.

NDA બહુમતી હાંસલ કરી, 293 બેઠકો મેળવી

આ વખતે લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ બહુમતી મેળવી શકી નથી. જોકે એનડીએને બહુમતી મળી હતી. એનડીએને 293 બેઠકો મળી હતી. જેમાંથી ભાજપને 240 બેઠકો મળી હતી. બીજી તરફ ઈન્ડિયા એલાયન્સને 234 સીટો મળી છે. જેમાં કોંગ્રેસે 99 સીટો જીતી હતી.

Related post

17 જૂનના મહત્વના સમાચાર : દ્વારકાના ખંભાળિયામાં 6 કલાકમાં વરસ્યો 9 ઇંચથી વધુ વરસાદ, પોરબંદરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ

17 જૂનના મહત્વના સમાચાર : દ્વારકાના ખંભાળિયામાં 6 કલાકમાં…

આજે CMના નિવાસસ્થાને ભાજપની બેઠક મળશે. જેમાં સી આર પાટીલ સહિત લોકસભા ઉમેદવારો અને પ્રભારી હાજર રહેશે. આ બેઠકમાં ચૂંટણી પરિણામોની…
Mutual Funds નું દિવાનું છે ભારત, માત્ર બે મહિનામાં 81 લાખ નવા રોકાણકારો જોડાયા

Mutual Funds નું દિવાનું છે ભારત, માત્ર બે મહિનામાં…

Mutual Funds : જે ઝડપે ભારતમાં લોકો શેરબજાર પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે અને રોકાણ કરવા આગળ આવી રહ્યા છે. મ્યુચ્યુઅલ…
17 જૂનનું પંચાંગ :આજે જેઠ સુદ અગિયારશ,17 જૂન સોમવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

17 જૂનનું પંચાંગ :આજે જેઠ સુદ અગિયારશ,17 જૂન સોમવારના…

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *