નરાધમ પુત્રનુ કારસ્તાન, માતાએ 500 રૂપિયા આપવાની ના પાડતા સળગાવી દીધુ ઘર, માતાપિતાને પણ જીવતા સળગાવી દેવાની આપી ધમકી

નરાધમ પુત્રનુ કારસ્તાન, માતાએ 500 રૂપિયા આપવાની ના પાડતા સળગાવી દીધુ ઘર, માતાપિતાને પણ જીવતા સળગાવી દેવાની આપી ધમકી

સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. કઠાંડા ગામમાં માતાએ પુત્રને 500 રૂપિયા આપવાની ના પાડતા પુત્રએ તમામ હદો વટાવી પોતાના જ ઘરને આગ લગાવી દીધી. માત્ર 500 રૂપિયા માટે પુત્રએ પોતાના જ ઘરને આગ લગાવી દીધી. જેના કારણે ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. આટલેથી ન અટક્તા પુત્રએ માતા-પિતાને પણ જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી. હાલ પિતાએ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પુત્રના ત્રાસથી અને વારંવારના ઝઘડાથી કંટાળી માતાપિતા તેમનુ પાક્કુ મકાન છોડી સીમ વિસ્તારમાં કાચા મકાનમાં રહેવા જતા રહ્યા હતા. પરંતુ પુત્રનો ત્રાસ તો પણ ઓછો ન થયો. પુત્રએ માતાપિતા પાસે આવી પૈસાની ઉઘરાણી કરી મકાનને આગ ચાંપી દીધી હતી. આટલુ જ નહીં માતાપિતાને પણ જીવતા ભૂંજી નાખવાની ધમકી આપી. મકાનને આગ ચાંપી દેતા ઘરમાં રહેલો ગેસનો સિલિન્ડર ફાટતા આગના ગોટેગોટા ફેલાયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી ત્રણથી ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ કર્યો હતો. જો કે ત્યાં સુધીમાં ઘરની તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી.

આ ઘટના સમયે નરાધમ પુત્ર ત્યાં ઉભો ઉભો જ સળગતા ઘરને જોઈ રહ્યો હતો. આ સમયે માતાપિતાને તેમણે એવુ પણ કહ્યુ એતો સારુ થયુ કે તમે બંને ઘરની અંદર ન હતા. નહીંતર તમને બંનેને પણ જીવતા જ સળગાવી દેવાના હતા. આજ પછી મારી વાત નહીં માનો તો તમને પણ આમ જ જીવતા સળગાવી દઈશ, એવુ કહી પુત્ર ત્યાંથી નાસી છુટ્યો હતો. પિતાની ફરિયાદ બાદ પોલીસે પુત્રની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે જાહેર કર્યુ ગરમીનું રેડ એલર્ટ, શહેરીજનોને 12 થી 3 દરમિયાન બહાર ન નીકળવા અપીલ- Video

Related post

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ સર્જાયું, જુઓ વીડિયો

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ…

ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી જવાની એક તરફ ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગમાં…
આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી…

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી સુધી ચોમાસું…
Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી સપાટીએ શરૂઆત, Sensex 77235 પર ખુલ્યો

Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી…

Share Market Opening Bell : ત્રણ દિવસની રજા પછી આજે ભારતીય શેરબજાર ખુલ્યું છે. આ અગાઉ શુક્રવારે છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *