ધોરણ 10, 12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા કરાયો આ મહત્વપૂર્ણ નિર્ણય- જુઓ Video

ધોરણ 10, 12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા કરાયો આ મહત્વપૂર્ણ નિર્ણય- જુઓ Video

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા તાજેતરમાં માર્ચ 2024ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જે રીતે પૂરક પરીક્ષા પહેલા લેવામાં આવતી હતી એ પૂરક પરીક્ષા સમય કરતા વહેલી લેવા માટેનું ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આયોજન છે. વાલીઓ તેમના બાળકોની કારકિર્દીને લઈને ઘણા ચિંતિત રહેતા હોય છે ત્યારે ધોરણ 12ની પૂરક પરીક્ષા સ્વરૂપે વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં જેટલા વિષયની ફરી પરીક્ષા આપવી હશે એટલા વિષયની પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થીએ આખી પરીક્ષા આપવી હશે તો પણ આપી શકશે.

ગુજરાત બોર્ડ દ્વારા આ વખતે કરાયા આ મહત્વપૂર્ણ ફેરફાર

  1. વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષામાં બેસ્ટ ઓફ 2ને એટલે કે બંનેમાંથી જેમા વધુ સારા માર્ક્સ હશે તેને ગણતરીમાં લેવાશે. તે પ્રકારનો ઠરાવ પણ ગુજરાત બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.
  2. એડમિશનની પ્રક્રિયામાં પણ વધુ માર્ક્સ હોય તેને ગણતરીમાં લેવા બાબતનું પણ આગામી દિવસોમાં આયોજન હાથ ધરાશે.
  3. ધોરણ 10 માં ગત વર્ષે વિદ્યાર્થી 2 જ વિષયમાં ફેલ હોય તો વિદ્યાર્થીઓ ઉપરથી પૂરક પરીક્ષા આપી શક્તા હતા. તે આ વખતે ત્રણ વિષયમાં ફેલ હશે તો પણ પૂરક પરીક્ષા આપી શકશે.
  4. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયમાં પૂરક પરીક્ષા આપી શકાતી હતી જે આ વર્ષથી બે વિષયની આપી શકાશે. આ નવા નિયમથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તૈયારી કરી શકશે.
  5. બોર્ડ દ્વારા કારકિર્દીના પંથે કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેર કચેરી દ્વારા ડિજિટલ કારકિર્દી વિશેષાંક પણ બહાર પડાયો છે. જેમા ગત વર્ષે કટ ઓફ ACPCમાં કેટલુ હતુ, કઈ કોલેજમાં કેટલા માર્ક્સથી મેરીટ અટક્યુ હતુ તે અંગેની જાણકારી મળી રહેશે. ખાસ કરીને મેડિકલ એન્જિનિયરીંગ, આઈટીઆઈ, ફોરેન એજ્યુકેશન સહિતના તમામ કોર્સિસની માહિતી આપવામાં આવેલી છે.

આ પણ વાંચો:  મતદાન જાગૃતિ માટે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાઈ અનોખી કંકોત્રી, વિદ્યાર્થીઓએ ઘરે ઘરે જઈ લોકોને વહેંચી આમંત્રણ પત્રિકા- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા માંગતો? મળી ગયો જવાબ

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા…

કોણ બનશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ? આ પોસ્ટ માટે કોણ અરજી કરશે? ભારતીય ક્રિકેટ ચાહકોને આ સવાલનો જવાબ ટૂંક સમયમાં મળી…
શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની પત્રકારે સુરેશ રૈનાને ચીડવ્યો, આપ્યો જડબાતોડ જવાબ

શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની…

T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે પહેલા ICCએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને મોટું સન્માન…
IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર, આ મોટી જવાબદારી સોંપવામાં આવી

IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર,…

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર સાથે દિનેશ કાર્તિકની IPL સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *