ધોરણ 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, 12000 થી વધારે જગ્યા પર થશે ભરતી, આ રીતે કરો ઓનલાઈન અરજી

ધોરણ 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, 12000 થી વધારે જગ્યા પર થશે ભરતી, આ રીતે કરો ઓનલાઈન અરજી

ધોરણ 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, 12000 થી વધારે જગ્યા પર થશે ભરતી, આ રીતે કરો ઓનલાઈન અરજી

આસામ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કમિશન દ્વારા ગ્રેડ 3 અને ગ્રેડ 4 ની ખાલી જગ્યા ભરવા માટે અરજી અંગે સૂચના બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો 10 નવેમ્બર 2023 થી અરજી કરી શકે છે. ઉમેદવારો ઓનલાઈન અરજી ઓફિશિયલ વેબસાઇટ assam.gov.in દ્વારા કરી શકાશે. આ ખાલી જગ્યા પર ભરતી માટે ઉમેદવારોએ કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

ભરતી દ્વારા કુલ 12,600 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે

આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારો 29 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકશે. ઉમેદવારોએ વધારે જાણકારી માટે વેબસાઇટની મુલાકાત લેવી. આ ભરતી દ્વારા કુલ 12,600 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયાની વિગત

આ ખાલી જગ્યામાં કેટેગરી પ્રમાણે જુદી-જુદી લાયકાત નક્કી કરવામાં આવી છે. કેટેગરી 1 વિશે વાત કરીએ તો, તેના માટે ઉમેદવારો સ્નાતક હોવા જરૂરી છે. કેટેગરી 2 માટે ઉમેદવારોએ 12 ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. કેટેગરી 3 અને 4 માટે ઉમેદવારો ધોરણ 10 પાસ હોય તે અરજી કરી શકશે.

તમામ ખાલી જગ્યા માટે ઉમેદવારોની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ગ્રેડ 3 અને ગ્રેડ 4 ની ભરતીમાં ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર, સ્ટેનોગ્રાફી અને ડ્રાઇવિંગ કૌશલ્ય સ્કિલ ટેસ્ટ દ્વારા થશે.

આ રીતે કરો ઓનલાઈન અરજી

  • ઉમેદવારોએ સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ assam.gov પર જાઓ.
  • અરજી કરતા પહેલા સૂચના ધ્યાનથી વાંચો.
  • અરજીથી સંબંધિત તમામ જરૂરી ડોક્યુમેન્ટ, આઈડી પ્રૂફ વગેરે કાળજી પૂર્વક અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી ફીની ચૂકવણી કરો.
  • અરજી સબમિટ કરી તે ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને રાખો.

આ પણ વાંચો : CISFમાં 10 અને 12 ધોરણ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, જાણો ક્યાં અને કેવી રીતે કરવી અરજી

ખાલી જગ્યાની વિગતો

કેટેગરી 1 માટે 4055 જગ્યાઓ ભરવામાં આવશે. કેટેગરી 2 માટેની 3127 જગ્યાઓ ભરવામાં આવશે. કેટેગરી 3 માટે 418 જગ્યાઓ પર ઉમેદવારો ભરવામાં આવશે. જ્યારે ગ્રેડ 4 માટે 3050 જગ્યાઓ ભરવામાં આવશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોત, આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી

ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોત, આરોગ્ય…

ખેડાના નડિયાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિલોદરા અને બગડુ ગામે બે દિવસમાં પાંચ યુવકોના શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચ્યો…
આ પોપ્યુલર ક્રિકેટર્સની લગ્નની પિચ પર પડી છે વિકેટ, જુઓ ફોટો

આ પોપ્યુલર ક્રિકેટર્સની લગ્નની પિચ પર પડી છે વિકેટ,…

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાય ગયો છે. મુકેશ કુમારે છપરાના બનિયાપુર બેરુઈ ગામની રહેવાસી દિવ્યા સિંહને…
એક્ઝિટ પોલ ઓપિનિયન પોલથી કેવી રીતે છે અલગ? જાણો આ સાથે જોડાયેલી તમામ માહિતી

એક્ઝિટ પોલ ઓપિનિયન પોલથી કેવી રીતે છે અલગ? જાણો…

મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ,અને રાજસ્થાનમાં 7 નવેમ્બરથી 25 નવેમ્બર દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તે જ સમયે, તેલંગાણામાં મતદારો 30 નવેમ્બરે મતદાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *