
ધનસુરા નજીકથી 226 કિલો માદક પદાર્થ ભરેલી કાર ઝડપાઈ, 2 શખ્શોની ધરપકડ
- GujaratOthers
- November 1, 2023
- No Comment
- 12
રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને પાડશી રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હોવા છતાં પણ નશીલા પદાર્થોની હેરફેર બોર્ડર પરથી ગુજરાતમાં થઈ રહી છે. ચૂંટણીને પગલે માનવામાં આવી રહ્યુ હતુ કે, બોર્ડરો સીલ હોવાને લઈ નશીલા પદાર્થો સહિતની હેરાફેરી પર અંકુશ આવશે. જોકે છેલ્લા પંદરેક દિવસોથી મોટા પ્રમાણમાં દારુનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ દરમિયાન ધનસુરા પોલીસે પણ છેક સાબરકાંઠા જિલ્લાની હદ નજીક પહોંચેલ એક કારમાંથી માદક પદાર્થ ઝડપ્યો છે.
આ પણ વાંચોઃ અમૂલે શુદ્ધ ઘીના ભાવમાં ઘટાડો કર્યો, રાજ્યમાં નવા દરનો અમલ શરુ કરાયો
ધનસુરા પોલીસને બાતમી મળી હતી. બાતમી આધારે પોલીસની ટીમે ધનસુરાના અંતરીયાળ વિસ્તાર કીડી ગામની સીમમાં ઘુસેલી કારને ઝડપી હતી. જે કારને પોલીસથી બચાવવા માટે એક અન્ય કાર પાયલોટીંગ કરી રહી હતી. પાયલોટ કાર સહિત બંને કારને ધનસુરા પોલીસ ઝડપવામાં સફળ રહી હતી. કારમાંથી ધનસુરા પોલીસે 7.98 લાખની કિંમતના 226 કિલો પોશડોડાનો જથ્થો ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અશોક ધનારામ જાટ અને ભીખારામ હનુમાનરામ જાટની ધરપકડ કરી હતી.