દેવભૂમિ દ્વારકા વીડિયો : દ્વારકાધીશના દર્શને ઉમટ્યા પદયાત્રીઓ, કેટલાક રસ્તા પર ભારે વાહનો માટે પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા વીડિયો : દ્વારકાધીશના દર્શને ઉમટ્યા પદયાત્રીઓ, કેટલાક રસ્તા પર ભારે વાહનો માટે પ્રતિબંધ

જેમ જેમ હોળી ધુળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા પદયાત્રીઓની સંખ્યા વધી રહી છે. દેશભરમાંથી દેવભૂમિ દ્વારકા તરફ ભક્તોનો પ્રવાહ સતત વહી રહ્યો છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ દ્વારકા ઉમટી પડ્યા છે. ત્યારે પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સહિત સેવાભાવી સંસ્થાઓ ખડેપગે છે.

સેવાભાવી સંસ્થાઓએ શરૂ કરેલા કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન, નાસ્તો, ઠંડા પીણાં, ફ્રુટ જ્યુસ સહિત સારવાર અને દવાની વ્યવસ્થા છે. જિલ્લા વહીવટી તંત્રએ પણ અલગ અલગ કમિટીઓ બનાવી દર્શનાર્થીઓની સુવિધાઓનું ધ્યાન રાખ્યું છે. આ વર્ષે પોલીસે પણ સેવા કેમ્પ લગાવ્યો છે. યાત્રિકોની સુવિધા અને સલામતીને ધ્યાને લઇ અમુક રસ્તા ભારે વાહનો માટે બંધ કરાયા છે. આ રસ્તાઓ પર પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ભજન કિર્તનોનાં તાલે પ્રભુ દર્શને પહોંચનારા પદયાત્રીઓનો ઉત્સાહ પણ અનેરો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે ! માતાજીના માંડવામાં ધૂણતા ધૂણતા પોતાને જ મારી સાંકળ, VIDEO વાયરલ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે ! માતાજીના માંડવામાં ધૂણતા ધૂણતા…

લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં વિવિધ પક્ષો પ્રચારમાં લાગ્યા છે. ગઈકાલે ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ હતો, જેમાં અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.…
Ahmedabad : કેન્દ્રીય નાણા મંત્રીએ વિપક્ષ પર કર્યા પ્રહાર, Video માં સાંભળો શું કહ્યુ નિર્મલા સિતારમણે

Ahmedabad : કેન્દ્રીય નાણા મંત્રીએ વિપક્ષ પર કર્યા પ્રહાર,…

અમદાવાદમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણના વિપક્ષ પર પ્રહાર કર્યા છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ કહ્યુ કે અન્ય પક્ષો દેશને કેવી…
જીભ લપસી અને કરીયર ખત્મ, ત્રણ દિગ્ગજ નેતાઓના કરીયર થયા ખત્મ, શું રૂપાલા પણ જોડાશે આ લિસ્ટમાં

જીભ લપસી અને કરીયર ખત્મ, ત્રણ દિગ્ગજ નેતાઓના કરીયર…

રાજકારણમાં કોઈપણ વાત હળવાશથી કહેવાતી નથી. નેતાઓના મોઢે સામાન્ય લાગતી નાની વાત કેટલી મોટી થઈ જાય તેનું ઉદાહરણ રાજ્યમાં જોવા મળી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *