
દેવભૂમિ દ્વારકા વીડિયો: કલ્યાણપુરા પંથકના 6 ગામમાં કમોસમી વરસાદે નુકસાન વેર્યું, ખેડૂતોનો તૈયાર પાકને નુકસાન
- GujaratOthers
- October 31, 2023
- No Comment
- 11
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં બે દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી 6 જેટલા ગામોમાં ખેતરમાં તૈયાર થયેલા મગફળીના પાકને નુકસાન થયું છે. બે દિવસમાં દોઢથી બે ઈંચ વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ગામના રોડ-રસ્તા અને નાળા હોય કે પછી ખેતરો ચારેય તરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેતરમાં તૈયાર મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે. તેમજ પશુઓના ઘાસચારાને પણ નુકસાન થયું છે. જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે.
તો કલ્યાણપુર તાલુકાના જામદેવળિયા, ચાસલાણા અને સણોસરી સહિતના 6 ગામોમાં વરસાદે નુકસાન વેર્યું છે. ખેડૂતોએ વાવણી માટે ખર્ચ કર્યો અને પાક પણ સારો થયો. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોના મહેનત પર પાણી ફેરવી નાંખ્યુ છે.આર્થિક નુકસાન થતા ખેડૂતો ચિંતિત છે. અને સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે.દોઢથી બે ઇંચ કમોસમી વરસાદ ખેડૂતો માટે વેરી બન્યો છે. ખેતરમાં મૂકેલા મગફળીના પાથરામાં હવે પાણી ભરાયા છે. જેથી પાક ઉપયોગી રહ્યો નથી.હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માગ કરી છે.