
દુબઈથી અમદાવાદ કેટલું સોનું લાવી શકાય? જાણો ટેક્સ ફ્રી સોનું લાવવાનો નિયમ
- GujaratOthers
- November 3, 2023
- No Comment
- 13

દુબઈ: ભારતમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે અને આ પરંપરા જૂની છે. ધનતેરસ અને દિવાળી દરમિયાન દેશના સોનાના બજારો ચમકી ઉઠે છે અને લોકો ખરીદી માટે ઉમટી પડે છે. આ દિવસોમાં સોનું તેની વધતી કિંમતને કારણે ચર્ચામાં છે. ભારતમાં સોનાની કિંમત 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડાને વટાવી ગઈ છે
બજારના નિષ્ણાતો કહે છે કે તેમાં વધુ વધારો થઈ શકે છે. તો તમે જાણો છો કે અમદાવાદમાં 10 ગ્રામ સોનાની કિંમત આરવ બુલિયન અનુસાર 62800 રૂપિયાને પાર છે.
દુબઈમાં સોનાની કિંમત શું છે?
જો તમને પણ લાગે છે કે દુબઈમાં સોનું સસ્તું છે તો ચાલો આપણે તેની કિંમત તપાસીએ અને ભારતમાં વેચાઈ રહેલા સોનાની કિંમત સાથે પણ તેની તુલના કરીએ. હાલમાં દુબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 54,240 રૂપિયા છે. તે જ સમયે, 22 કેરેટ સોનું 10 ગ્રામ 50,228 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ભારતમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 60 હજાર રૂપિયાથી વધુ છે. એટલે કે ભારત કરતાં દુબઈમાં સોનું સસ્તું છે.
ભારત કેટલું સોનું લાવી શકાય ?
ભારતમાંથી દુબઈની મુલાકાત લેતા લોકો સોનાના દાગીનાની ખરીદી કરે છે. તેઓ સોનુ ભારત લાવે છે પરંતુ તમારે એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે દુબઈથી ભારતમાં સોનું લાવવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે મર્યાદા કરતાં વધુ સોનું લાવશો તો તમારે ટેક્સ ચૂકવવો પડશે. દુબઈથી ભારતમાં સોનું લાવવાની ડ્યુટી ફ્રી મર્યાદા પુરુષો માટે માત્ર 20 ગ્રામ જ્યારે મહિલાઓ માટે તે 40 ગ્રામ છે. આનાથી વધુ સોનું લાવશો તો ભારે ટેક્સ ચૂકવવો પડશે.
આ પણ વાંચો : ધનતેરસ પહેલા સસ્તામાં સોનું ખરીદવાની તક, DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ડીએસપી ગોલ્ડ ઇટીએફ ફંડ લોન્ચ કરવામાં આવ્યું
ભારતમાં કર વસૂલવામાં આવે છે
ભારતમાં, GST, ઈમ્પોર્ટ ડ્યુટી, કૃષિ સેસ અને TDS જેવા સોના પર ઘણા કર લેવામાં આવે છે. દુબઈથી સોનું ખરીદવાનો એક મોટો ફાયદો એ છે કે તમને તે આંતરરાષ્ટ્રીય ભાવે મળે છે. આ સિવાય દુબઈ સરકાર સોના પર 5 ટકા એકસમાન વેટ વસૂલે છે. દુબઈમાં સોનાના બિસ્કીટ કે કાચા માલ પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો