
દિવાળી પર મધ્યપ્રદેશ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો IRCTCના આ ટુર પેકેજનો લાભ
- GujaratOthers
- November 5, 2023
- No Comment
- 11
ભારતમાં ફરવા માટે કોઈ સ્થળની કમી નથી. દરેક રાજ્ય કે જગ્યાની એક સુંદરતા છે. ઋતુ મુજબ ફરવા જવાની વાત જ અલગ છે. લીલાછમ પર્વતો, ઝરણા અને સુંદરતા સાથે જોડાયેલું એક એવું સ્થળ છે મધ્યપ્રદેશ. એમપીને ભારતનું દિલ કહેવામાં આવે છે.
અહિ કળા, સંસ્કૃતિ અને ઈતિહાસ ટુરિસ્ટોને ખુબ પસંદ આવે છે. ફરવા જવા માટે મધ્યપ્રદેશમાં અનેક સ્થળો છે પરંતુ જ્યારે બજેટની વાત આવે તો મોટા ભાગના લોકો ચિંતા કરે છે.
IRCTC એમપીના ટ્રીપ માટે શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. આ ટુર પેકેજમાં ટુરિસ્ટો 5 રાત અને 6 દિવસની ટ્રિપનો આનંદ લઈ શકે છે. અહિ ફરવા જવા માટે નવેમ્બર મહિનો બેસ્ટ છે. આ પેકેજનો લાભ ફ્લાઈટ દ્વારા મળશે.
આ ટુર પેકેજનું નામ Magnificent Madhya Pradesh રાખવામાં આવ્યું છે. જેમાં 5 રાત અને 6 દિવસમાં તમને ફરવાની તક મળશે. જેમાં ગ્વાલિયર, ઓરછા, જબલપુર અને ખજુરાહોમાં સુંદર જગ્યાને જોવાની તક મળશે. આ ટુર પેકેજનું બુકિંગ આઈઆરસીટીસીની ઓફિશયલ વેબ સાઈટ પર જઈ શકો છો.
આ પેકેજમાં તમને સવાર અને સાંજ બંન્ને ટાઈમ જમવાનું મળશે. આ ટ્રિપની શરુઆત હૈદરાબાદથી થશે. જેના માટે તમારે જો આ ટુર પેકેજનો લાભ લેવો છે તો તમે તેની વેબસાઈટ પર જઈ પેકેજ ચેક કરી શકો છો.
જો કે આ પ્રવાસનું મૂળ ભાડું 36400 રૂપિયા રાખવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ જે એકલા મુસાફરી કરવા માંગે છે તેણે લગભગ 45,000 રૂપિયા ચૂકવવા પડશે. બે વ્યક્તિ માટે વ્યક્તિદીઠ રૂ. 36400 અને ત્રણ વ્યક્તિ માટે રૂ. 35000 પ્રતિ વ્યક્તિ ફી તરીકે ચૂકવવાના રહેશે. બાળકો માટે અલગ પૈસા આપવાના રહેશે.