
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, આ રીતે બનાવો તૈયારીનું લિસ્ટ
- GujaratOthers
- November 6, 2023
- No Comment
- 15

12 નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. બજારમાં અત્યારથી જ રોનક જોવા મળી રહી છે. દિવાળીને લઈને લોકોએ ખરીદી કરવાની પણ શરુ કરી દીધી છે. દિવાળીનો તહેવાર 5 દિવસનો પર્વ છે. ધનતેરસથી જ દિવાળીના તહેવારની શરુઆત થઈ જાય છે.
ત્યારે આ 5 દિવસના તહેવારની તૈયારી પહેલાથી જ કરી લેવી જોઈએ. તહેવાર પહેલા જ તૈયારી કરવાથી સેલિબ્રેશનમાં કોઈ અડચણ આવતી નથી. તો આ આર્ટિકલમાં અમે તમને જણાવશુ કે, દિવાળી પહેલા તમારે કઈ કઈ તૈયારી કરી લેવી જોઈએ. તેમજ જો તમારે કોઈ સ્થળ પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો પહેલાથી જ સામાન પેકિગ કરી લો.
જમાવું તૈયાર કરી લો
દિવાળીમાં સૌથી વધુ ચિંતા હોય છે જમવાની. કારણ કે, 5 દિવસ સુધી ચાલનાર આ તહેવારોમાં મહેમાન પણ આવતા હોય છે.તેથી, ધનતેરસ, કાળી ચૈદશ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈ બીજ માટે સવારના નાસ્તાથી લઈને લંચ અને ડિનર સુધી શું બનાવવું તે અગાઉથી તૈયાર કરો.
ખરીદી
દિવાળીના તહેવાર માટે જે વસ્તુઓની જરુર છે. તેનું લિસ્ટ પહેલાથી બનાવી લો. અને ખરીદી કરવાનું શરુ કરી દો. રસોડામાં જે સામગ્રીઓની જરુર છે. તેનું પણ એક લિસ્ટ પહેલાથી જ બનાવી લો. આ સાથે ડેકોરેશનની વસ્તુઓ પણ પહેલાથી જ માર્કટમાંથી ખરીદી લો,
શોપિંગ
શોપિંગ વગર તહેવારની મજા આવતી નથી. માર્કેટમાં નવા -નવા કપડા ખરીદવા માટે લોકોની ખુબ ભીડ જોવા મળતી હોય છે. તમે પહેલાથી જ પરિવારની સાથે દિવાળીનું શોપિંગ કરી લો. તહેવાળના દિવસમાં અમુક વસ્તુઓ મોંધી મળે છે. આ માટે સમય અને પૈસા બંન્ને બચાવવા માટે પહેલાથી જ શોપિંગ કરી લો.
સજાવટ
દિવાળી પર ઘરને કલરફુલ લાઈટથી સજાવવામાં આવે છે. જો તમારી પાસે પહેલાથી જ લાઈટો છે. તો ચેક કરી લો કે સારી રીતે ચાલે છે કે નહિ. આ સાથે ઘરની બીજી જરુરી વસ્તુઓ પણ પહેલાથી જ ખરીદી લો. જો તમે ઘરના ઈન્ટિરીયરમાં ફેરફાર કરવા માંગો છો, તો તે અગાઉથી સારી પ્લાન કરી લો.
આ પણ વાંચો : દિવાળી પહેલા વજન ઓછું કરવા માંગો છો? આ ફુડ ખાવાનું શરૂ કરો