
દિવાળીની ખરીદી કરવા બજારમાં નીકળ્યા ગૃહ રાજ્યમંત્રી, દીવડાની ખરીદી કરી કહી આ વાત, જુઓ વીડિયો
- GujaratOthers
- November 5, 2023
- No Comment
- 11
હાલમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જે પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બસમાં સુરત શહેરમાં ફરી મુસાફરી કરી હતી. બસમાં મુસાફરી કરી રોડ, ફૂટપાથ પરથી તેમણે દિવાળીના દીવડાની ખરીદી કરી હતી. આ દરમ્યાન તેમણે કહ્યું રાત દિવસ મહેનત કરીને પરિવાર જોડે દીવો, શ્રૃંગાર બનાવીને પાથરણા, લારી પર આ લોકો વેંચતા હોય છે. આવા લોકોની દિવાળી આપણાં સૌ જોડે એમની પણ દિવાળી ખુશ મંગલ નીવડે તેવું કામ કરવું જોઈએ.
આ પણ વાંચો : સુરત : પાર્ટ ટાઈમ જોબના નામે 37 લાખની ઠગાઈ કરનાર બે ઝડપાયા, જુઓ વિડીયો
પાથરણા વાળા કોઈ પણ નાના માણસને તહેવાર દરમ્યાન તકલીફ ન પડે તેને લઈ તકેદારી રાખવા ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી હતી. મોટા વેપારીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે તહેવાર દરમ્યાન ટ્રાફિકના નિયમને પણ અનુસરવા પડશે.