
દાહોદ : લીમડી-ઝાલોદ બાયપાસ પર બે બાઈક વચ્ચે અકસ્માત, એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત
- GujaratOthers
- November 20, 2023
- No Comment
- 10
દાહોદના લીમડી-ઝાલોદ બાયપાસ પર બે બાઈક વચ્ચે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. તો એક ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. લીમડી પોલીસે અકસ્માતના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો દાહોદમાં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, પ્રજાકીય પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા કલેક્ટરનો અનુરોધ
મળતી માહિતી અનુસાર, દાહોદમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે બાઈક આમને સામને અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો અનેય એકને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.