દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા માટે MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા, જુઓ

દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા માટે MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા, જુઓ

રાજ્યમાં દારુ બંધી છે અને આમ છતાં ક્યાંકને ક્યાંક દારુ વેચાણ થતો ઝડપાઈ રહ્યો છે. તો ક્યાંક ખુલ્લે આમ દારુ વેચાતો હોવાની ફરીયાદો ઉઠતી હોય છે. આવી જ રીતે ભાજપના જ ધારાસભ્યએ હવે પોલીસ સ્ટેશન પહોંચીને દારુ બંધ કરાવવા માટે થઈને રજૂઆત કરી છે. મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કરશન સોલંકીએ નંદાસણ પોલીસ સ્ટેશન પહોંચીને દારુ બંધી માટે થઈને રજૂઆત કરી છે.

ધારાસભ્ય કરશન સોલંકીએ ક્યુ હતું કે આ મામલે મુખ્યપ્રધાન અને એસપીને પણ રજૂઆતો કરી છે. દારુના દૂષણને બંધ કરાવવા માટેનો તેમનો પ્રયાસ છે. કડી વિધાનસભા ક્ષેત્રમાં દારુ બંધીનો અમલ કડકાઈ પૂર્વક કરવા માટે તેઓએ આકરા શબ્દોમાં પોલીસને રજૂઆત કરી હતી. આ માટે દારુની ભઠ્ઠીઓ ચાલતી હોય અને દારુ વેચાતો બંધ કરવા માટે રજૂઆત કરી હોવાનું કહ્યુ છે. ધારાસભ્ય જાતે જ પોલીસ મથક મથક દારુને મામલે પહોંચી જવાને લઈ દારુની રેલમછેલ વિસ્તારમાં વધી હોવાના સવાલો સર્જાયા છે.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ સર્જાયું, જુઓ વીડિયો

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ…

ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી જવાની એક તરફ ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગમાં…
આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી…

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી સુધી ચોમાસું…
Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી સપાટીએ શરૂઆત, Sensex 77235 પર ખુલ્યો

Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી…

Share Market Opening Bell : ત્રણ દિવસની રજા પછી આજે ભારતીય શેરબજાર ખુલ્યું છે. આ અગાઉ શુક્રવારે છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *