
તાપી જિલ્લાનું ગૌરવ, રાષ્ટ્રીય કક્ષાના કલ્ચરલ ફેસ્ટીવલમાં એકલવ્ય સ્કૂલ ખોડદાની 2 કૃતિઓનું શ્રેષ્ઠ પ્રદર્શન
- GujaratOthers
- October 30, 2023
- No Comment
- 14

તાજેતરમાં આદિજાતિ વિકાસ મંત્રાલય, ન્યુ દિલ્લી દ્વારા રાષ્ટ્રીય સ્તરીય એકલવ્ય કલ્ચરલ મીટનું આયોજન દેહરાદુન ખાતે કરવામાં આવ્યું હતું. સંગીત સાહિત્ય અને કલચર ફેસ્ટીવલમાં 27 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની એકલવ્ય શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં રાષ્ટ્રીય કક્ષાના કલ્ચરલ ફેસ્ટીવલમાં તાપીની એકલવ્ય સ્કૂલ ખોડદાની 2 કૃતિઓએ શ્રેષ્ઠ પ્રદર્શ્ન કર્યું.
આ 4 દિવસીય સંગીત અને સાહિત્યક ફેસ્ટીવલમાં વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓ બહાર લાવવાનાં હેતું સાથે વિવિધ સાહિત્યક કૃતિઓ, લોકવાદ્ય,આદિવાસી સંસ્કૃતિનાં વાઘ, કલા, વિવિધ સાહિત્યક ચર્ચા, વકૃત્વ સ્પર્ધા, આદિજાતી નૃત્ય, દેશભક્તી ગીતો, કોયડાથી માંડી અંગ્રેજી સ્પેલીગની સ્પર્ધા યોજવામાં આવી હતી.
જેમાં તાપી જિલ્લાની નિઝર સ્થિત એકલવ્ય સ્કૂલ મોડેલ રેસીડેન્સીયલ ખોડદાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. ખોડદા એકલવ્ય સ્કૂલ મોડેલ રેસીડેન્સીયલ સ્કુલની કુલ 4 કૃતિઓએ રાષ્ટ્રીય કક્ષાના કલ્ચરલ મીટમાં ભાગ લીધો. જેમાંથી સિનિયર શોલો “ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ” અને તબલા વાદનમાં ચૌધરી મીત શૈલેષભાઈ અને જૂનિયર સંસ્કૃત શ્લોકગાનમાં વસાવા કૃતિકા ગુલાબભાઇએ પ્રથમ ક્રમ મેળવી એકલવ્ય સ્કૂલ મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખોડદાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઉજ્જવળ કર્યું હતું.
આ પણ વાંચો : તૃણધાન્ય પાકોનું મહત્વ સમજાવવા ડોલવણ ખાતે તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન
રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા ગયેલ વિદ્યાર્થીઓને શાળાનાં શિક્ષક સ્વપ્નિલભાઈ શર્મા અને નીરૂબેન ગામીત દ્વારા માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને શાળા સંચાલક મંડળ સહિત જિલ્લા તંત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.