
ઠંડીની શરુઆત થતા જ મળતા આમળા છે અનેક બિમારીઓનો ઈલાજ, તેનું સેવન કરવાથી થશે આ મોટા ફાયદા
- GujaratOthers
- October 30, 2023
- No Comment
- 11

હવામાન બદલાઈ રહ્યું છે અને ઠંડની ધીમે ધીમે શરુઆત થવા જઈ રહી છે. શિયાળાની શરુઆત થતા જ લીલા પાંદડાવાળી શાકભાજી બજારમાં મળતી થઈ જાય છે તેમજ શિયાળામાં સૌથી વધુ નામ લેવાતુ ફળ જે સ્વાદે થોડું ખાટુ અને તુરુ લાગે છે પણ આયુર્વેદની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ ફળ માનવામાં આવે છે તેનું નામ છે આમળા.
બદલાતી સિઝનમાં લોકો શરદી અને ઉધરસથી લઈને ઘણી સમસ્યાથી પિડાય છે ત્યારે આ બધા માટે કોઈ રામબાણ ઈલાજ હોય તો તે છે આમળા.
કાચા આમળા વધુ ફાયદાકારક કે તેનું જ્યુસ ?
ત્યારે મોટા ભાગના લોકોને આમળાનો સ્વાદ ભાવતો નથી અને તેઓ તેનું જ્યુસ બનાવી અલગ અલગ મસાલા એડ કરીને પીવે છે જો કે તેનાથી કોઈ જ જાતનું નુકસાન નથી પણ આમળાનું જ્યુસ વધારે ફાયદાકારક છે કે પછી કાચા આમળા ?
આમ તો કાચા આમળા હોય કે તેનું જ્યુસ બન્ને શરીર માટે ફાયદાકારક છે પણ જો તમે તમે આમળાનુ જ્યુસ બજાર માંથી તૈયાર લો છો તો તેમાં કેટલાક સોડિયમ બેન્ઝોએટને પ્રિઝર્વેટિવ તરીકે ઉમેરે છે તેમજ તેમાં ખાંડ અને અમુક તત્વો ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જો કે આવા જ્યુસને તમારે ટાળવું જોઈએ અને તેના કરતા તમે ઘરે આમળા લાવી તેનું જ્યુસ બનાવી શકો છો. પણ આમળા તેના જ્યુસ કરતા વધારે ગુણકારી છે કારણ કે તેમાં ફાયબર હોય છે અને તે આપડા પેટ માટે અત્યંત ફાયદાકારક છે. જ્યારે જ્યુસમાં તે ફાયબર નીકળી જાય છે.
આમળા ખાવાના ફાયદા :
રોગપ્રતિકારક શક્તિ વધારે
આમળા રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત હોવાને કારણે, તે કોષોને ઓક્સિડેટીવ તણાવથી રક્ષણ આપે છે. અને રોગપ્રતિકારક કોષનું કાર્ય વધારે છે. જેના કારણે ચેપ અને વારંવાર બીમાર પડવાથી બચી શકાય છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરે છે
આમળામાં સોલ્યુબલ ફાઈબર હોય છે જે સુગરને શરીરમાં શોષાતી અટકાવે છે. જેના કારણે બ્લડ શુગર લેવલ સ્થિર રહે છે અને વધતું કે ઘટતું નથી.
પાચન સારું રહે છે
આમળા ખાવાથી પાચન યોગ્ય રીતે થાય છે. તેમાં રહેલ ફાઈબરની માત્રા આંતરડાની ગતિને ઠીક કરે છે. જેના કારણે પાચન યોગ્ય રીતે થાય છે. તેમાં વિટામિન સીની હાજરીને કારણે તે શરીરમાં જરૂરી તમામ પોષણને શોષવામાં મદદ કરે છે.
આંખોની રોશની સુધારે છે
આમળામાં વીટામીન સી હોય છે તે આંખોની રોશની વધારે છે તેમજ આમળા યાદશક્તિ વધારવામાં મદદ કરે છે અને મગજના કાર્યને ઠીક કરે છે. આમળાનો રસ પીવાથી લીવરની કામગીરીમાં સુધારો થાય છે.