જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર, બજેટ પહેલા સરકારના નિર્ણયથી ફોન થશે સસ્તા

જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર, બજેટ પહેલા સરકારના નિર્ણયથી ફોન થશે સસ્તા

જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર, બજેટ પહેલા સરકારના નિર્ણયથી ફોન થશે સસ્તા

જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થશે તેના એક દિવસ પહેલા સરકારે એક મોટો નિર્ણય લીધો છે. તેના કારણે સ્માર્ટફોન સસ્તા થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા મોબાઈલ ફોનના ઉત્પાદનમાં વપરાતા કંપોનેન્ટસની ઈમ્પોર્ટ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરી છે. તેથી ઈમ્પોર્ટ ડ્યૂટીમાં થયેલા ઘટાડાથી વિદેશી સ્માર્ટફોન સસ્તા થઈ જશે.

આયાત ડ્યૂટી 5 થી 10 ટકા સુધી ઘટાડવામાં આવી

મોબાઈલ ફોનના પાર્ટ્સ જેમ કે બેક કવર, બેટરી કવર, GSM એન્ટેના, મેઈન કેમેરા લેન્સ અને પ્લાસ્ટિક અને મેટલ્સથી બનેલી અન્ય વસ્તુઓ પરની આયાત ડ્યૂટી 5 થી 10 ટકા સુધી ઘટાડવામાં આવી છે. આ સિવાય નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટકોના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ઈનપુટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે.

મોબાઇલનું ઉત્પાદન વધારવામાં મદદ કરશે

રોઈટર્સને માહિતી આપતા, ટેક્સ કન્સલ્ટન્સી ફર્મ મૂર સિંઘીના ડિરેક્ટર રજત મોહને જણાવ્યું હતું કે મોબાઇલ ફોનના કંપોનેન્ટસ આયાત પરની ડ્યૂટીમાં ઘટાડો મોટા વૈશ્વિક ઉત્પાદકોને ભારતમાં મોટા પાયે મોબાઇલ એસેમ્બલી લાઇન સ્થાપિત કરવામાં અને મોબાઇલનું ઉત્પાદન વધારવામાં મદદ કરશે. નિકાસમાં નોંધપાત્ર વધારો થશે.

ICEAએ લગાવ્યું હતું અનુમાન

ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન એટલે કે ICEA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ભારતના મોબાઈલ ફોન ઉત્પાદનને વધુ સ્પર્ધાત્મક બનાવશે. આ સેક્ટરની કંપનીઓ ભારતમાં સ્માર્ટફોન બનાવવાના ખર્ચ ઘટાડવા અને ચીન અને વિયેતનામ જેવા દેશો સાથે સ્પર્ધા કરવા માટે લગભગ એક ડઝન ઘટકોમાં કાપ મૂકવા પર ભાર આપી રહી છે.

આ પણ વાંચો : સોલાર પેનલ બનાવતી ગુજરાતી કંપનીનો આવી રહ્યો છે IPO, તે પહેલા જ ખરીદો તેના શેર, જાણો કેવી રીતે કરવી ખરીદી

ICEA એ આ પહેલા કહ્યું હતું કે, જો સરકાર કંપોનેન્ટસ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડશે અને કેટલીક શ્રેણીઓમાં તેને સંપૂર્ણપણે નાબૂદ કરે છે, તો ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ આગામી બે વર્ષમાં ત્રણ ગણી વધીને $39 બિલિયન થઈ શકે છે, જે નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે. તે 2023 માં 11 અબજ ડોલર હતું. ભારતીય મોબાઇલ ઉદ્યોગ નાણાકીય વર્ષ 2024માં અંદાજે $50 બિલિયનના મૂલ્યના મોબાઇલ ફોનનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે, જે આગામી નાણાકીય વર્ષમાં વધીને $55-60 બિલિયન થવાની સંભાવના છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *