જો તમે ફાસ્ટેગ KYC કરાવ્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી, સરકારે સમયમર્યાદા એક મહિનો વધારી

જો તમે ફાસ્ટેગ KYC કરાવ્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી, સરકારે સમયમર્યાદા એક મહિનો વધારી

જો તમે ફાસ્ટેગ KYC કરાવ્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી, સરકારે સમયમર્યાદા એક મહિનો વધારી

જો તમે હજુ સુધી ફાસ્ટેગનું KYC કરાવ્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકારે તેની સમયમર્યાદા એક મહિનો લંબાવી છે. ફાસ્ટેગનું KYC પૂર્ણ કરવા માટે તમને વધુ એક મહિનાનો સમય મળશે. તમને જણાવી દઈએ કે KYC કરાવવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી. હવે તમે 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું KYC કરાવી શકો છો.

હાઇવે અથવા એક્સપ્રેસ વે પર મુસાફરી કરવા માટે ફાસ્ટેગ જરૂરી છે. તમારા વાહન પર ફાસ્ટેગ સ્ટીકર લગાવવામાં આવે છે, જેના કારણે ટોલ ટેક્સની રકમ આપોઆપ કપાઈ જાય છે. ફાસ્ટેગને રિચાર્જ કરવું પડશે, ટોલ બૂથ પરનું મશીન સ્ટીકરને સ્કેન કરે છે અને ચાર્જ કાપી લે છે. ફાસ્ટેગનું KYC કરાવવા માટે વધુ એક મહિનાનો સમય આપવામાં આવશે.

KYC કરાવશો તો FasTAG બંધ નહીં થાય

સરકારે અગાઉ KYC કરાવવા માટે 31 જાન્યુઆરીની રાતના 12 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. જો તમે હજુ સુધી ફાસ્ટેગનું KYC કરાવ્યું નથી, તો આજે અમે તમને KYC કેવી રીતે કરાવવું. KYC કરવ્યા બાદ તમારા ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવશે નહીં કે ડિ-એક્ટિવેટ કરવામાં આવશે નહીં. તમે ફાસ્ટેગના KYCને ઓફલાઇન અને ઓનલાઇન બે રીતે અપડેટ કરી શકો છો.

ફાસ્ટેગ KYC ઓનલાઈન કેવી રીતે કરાવવું

ફાસ્ટેગનું ઓનલાઈન KYC કરાવવું એકદમ સરળ છે. આ માટે તમારે Fastagની ઓફિશિયલ વેબસાઈટ (fastag.ihmcl.com) પર જવું પડશે. અહીં લોગિન કરો, અને માય પ્રોફાઇલ પર જઈને KYC અપડેટ પ્રક્રિયા પૂર્ણ કરો. આ માટે આઈડી અને એડ્રેસ પ્રૂફની જરૂર પડી શકે છે. તમે જે બેંકમાંથી ફાસ્ટેગ લીધું છે તેની ફાસ્ટેગ વેબસાઈટ પર જઈને પણ તમે KYC અપડેટ કરી શકો છો.

ફાસ્ટેગ KYCની ઓફલાઇન પદ્ધતિ

ફાસ્ટેગનું ઓફલાઈન KYC કરાવવા માટે તમારે બેંકમાં જવું પડશે. તમે જે બેંકમાંથી ફાસ્ટેગ લીધું છે તે બેંકની શાખામાં જઈને તમે KYC કરાવી શકો છો. જો તમને કોઈ મદદ અથવા માહિતીની જરૂર હોય, તો તમે નજીકના ટોલ પ્લાઝા પર જઈને પૂછપરછ કરી શકો છો. આ સિવાય ટોલ ફ્રી નંબર 1033 પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો દરેક માટે જરૂરી: ઘરે બેઠા કરો FASTag KYC, આ સિમ્પલ સ્ટેપ્સ કરો ફોલો

Related post

Attitude Shayari : મુઝે સમજના ઈતના આસાન નહી, ગહરા સમંદર હૂ ખુલા આસમાન નહીં – જેવી શાયરી વાંચો

Attitude Shayari : મુઝે સમજના ઈતના આસાન નહી, ગહરા…

વક્ત રહતે પસીના બહાલો, વરના બાદ મેં આંસૂ બહાના પડેગે અકેલે હૈ મુઝે કોઈ ગમ નહી, જહાં ઈજ્જત નહી વહાં હમ…
દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના આવી સામે, યુવકોએ બનાવેલો જોખમી વીડિયો થયો વાયરલ

દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના…

તાજેતરમાં પીએમ મોદીએ દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યુ છે. ત્યારે દ્વારકાના સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના બની છે.…
મોવડીના મતની ઐસી તૈસી : ચૂંટણી મુદ્દે બે ભાગમાં વહેંચાઈ કોંગ્રેસ, ટિકિટની લડતનું સુરસુરિયું થાય તો નવાઈ નહીં

મોવડીના મતની ઐસી તૈસી : ચૂંટણી મુદ્દે બે ભાગમાં…

ભરૂચ : INDIA ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જવાનો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓની નારાજગી વચ્ચે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *