
જોરદાર ભૂકંપથી હચમચી ઉઠ્યું ઉત્તર ભારત, જાણો કેટલી તીવ્રતાના ધરતીકંપથી કેટલું થઈ શકે નુકસાન
- GujaratOthers
- November 4, 2023
- No Comment
- 11
ગઈકાલે એટલે કે, શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે દિલ્હી ધ્રૂજી ઉઠ્યું હતું. ભૂકંપના તીવ્ર આંચકા સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 હતી, જેનું કેન્દ્ર નેપાળમાં હતું. આટલી વધારે તીવ્રતાના ભૂકંપથી વધારે નુકસાન થવાની શક્યતા વધી જાય છે. ચાલો જાણીએ કે કઈ તીવ્રતામાં કેટલું નુકસાન થઈ શકે છે.
જો 0 થી 1.9 ની તીવ્રતા વિશે વાત કરીએ, તો આ તીવ્રતાના ભૂકંપના ઝડકા અનુભવી શકાતા નથી. માત્ર ભૂકંપ કેન્દ્ર જ આ આંચકાઓને શોધી અને તપાસ કરી શકે છે.
2 થી 3.9 ની તીવ્રતાના ભૂકંપમાં થોડા કંપનનો અનુભવ થાય છે. જો ભૂકંપ ખૂબ જમીનમાં ઉંડે સુધી હોય તો તેના જોરદાર આંચકાનો અનુભવ થાય છે. આ તીવ્રતામાં નુકસાનની શક્યતા ઓછી રહે છે.
જો રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 4 થી 5.9 હોય તો નુકસાન થાય છે. તેનાથી પંખા અને ઘરનો સામાન હલવા લાગે છે. જો બારીઓ કાચની હોય તો તૂટવાની શક્યતા પણ રહે છે.
રિક્ટર સ્કેલ પર 7 થી 7.9 તીવ્રતાનો ભૂકંપ એ વિનાશ સર્જી શકે છે. આ તીવ્રતામાં આવેલા ધરતીકંપથી બિલ્ડિંગ અને મકાનો તૂટી જાય છે. ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળે છે.
જો ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8 થી 8.9 હોય, તો તે ભયંકર તબાહી મચાવે છે. સમુદ્રમાં સુનામી પણ આવી શકે છે અને તેની અસર ઘણા કિલોમીટર સુધી થાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 9 ઉપર જાય તો સર્વત્ર ભયંકર તબાહી મચી જાય છે.