
જૂનાગઢમાં દબાણ હટાવ કામગીરીને લઈ નાના વેપારીઓમાં રોષ, કાયમી ધોરણે જગ્યા ફાળવવાની કરી માંગ
- GujaratOthers
- November 1, 2023
- No Comment
- 18
શહેરમાંથી નાના વેપારીઓના દબાણ સહિત લારી અને ગલ્લાઓ પણ દૂર કરવામાં આવ્યા છે. જેને લઈ નાના ધંધાર્થીઓને સામી દિવાળીએ રોજગારીની સમસ્યા સર્જાઈ ગઈ છે. મહાનગર પાલિકાને આખા વર્ષ દરમિયાન દબાણો દૂર કરવાનુ યાદ ના આવ્યુ અને હવે દબાણ દૂર કરવાની ઉતાવળ થવાને લઈ લોકોમાં પણ સવાલો ઉઠવા લાગ્યા છે.
આ પણ વાંચોઃ શામળાજી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારુ ભરેલ કન્ટેનર ઝડપાયુ, 25 લાખના જથ્થા સાથે એકની ધરપકડ
મોતીબાગ, સરદારબાગ અને કોલેજ રોડ સહિતના માર્ગો પરના લારી ધારકોને પણ દૂર કરવામાં આવ્યા છે. દિવાળી જેવા તહેવારોમાં હાલમાં બજારોમાં ધંધા રોજગારને સલામત રહેવા દેવાને લઈ નાના વેપારીઓએ પાલિકાને રજૂઆત કરી હતી. લારી ધારકોએ કાયમી ધોરણે જગ્યા ફાળવવામાં આવે એવી પણ રજૂઆત કરી છે. પાલિકાના મદદનીશ કમિશ્નર જયેશ વાજાએ મીડિયાને જણાવ્યુ હતુ કે, ટ્રાફિકની સમસ્યાને લઈ આ પ્રકારના દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.