
જીકે ક્વિઝ : સ્કૂલ બસ પીળા રંગની જ કેમ હોય છે ? જાણો કારણ
- GujaratOthers
- November 20, 2023
- No Comment
- 11
તમે રસ્તા પર અલગ અલગ રંગના વાહનો દોડતા જોયા હશે. જેમાં તમે સ્કૂલ બસને માત્ર પીળા રંગમાં જ જોઈ હશે. પીળા રંગની સ્કૂલ બસો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટાભાગની સ્કૂલ બસોનો રંગ પીળો કેમ હોય છે? ત્યારે આજે અમે તમને જણાવીશું કે તેની પાછળનું કારણ શું છે.
સ્કૂલ બસના પીળા રંગનું પણ એક ખાસ કારણ છે. દરેક સિઝનમાં પીળો રંગ સરળતાથી જોઈ શકાય છે. વરસાદ હોય, ધુમ્મસ હોય, કોઈપણ ઋતુ હોય, પીળા રંગની વિઝિબિલિટી ઘણી સારી હોય છે.
લાલ પછી પીળો રંગ એવો રંગ છે જેને આપણે દૂરથી પણ સરળતાથી જોઈ શકીએ છીએ. લાલ રંગનો ઉપયોગ ભયના સૂચક તરીકે કરતા હોવાથી સ્કૂલ બસનો રંગ પીળો છે.
પીળા રંગની ખાસ વિશેષતા એ છે કે, તરત જ તમારું તમારું ધ્યાન આકર્ષે છે. જેની અમેરિકાએ 1930માં પુષ્ટિ કરી હતી કે પીળો રંગ અન્ય રંગો કરતાં વધુ આકર્ષક છે.