
જીકે ક્વિઝ : જો રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો, તેને કેટલા સમયમાં ભરવું જરૂરી છે ?
- GujaratOthers
- November 5, 2023
- No Comment
- 11

આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિત વિવિધ ક્ષેત્રે જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એક વિશાળ વિષય છે, જેમાં ઈતિહાસ, ભૂગોળ, સાહિત્ય, કળા, વિજ્ઞાન સહિતના વિષયોનો સમાવેશ થાય છે. આજે અમે તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ પરના કેટલાક પ્રશ્નો અને તેના જવાબોની એક ક્વિઝના લઈને લાવ્યા છીએ. જે તમને ઉપયોગી થઈ શકે છે.
પ્રશ્ન – ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર કરવામાં આવી હતી?
જવાબ – 1962માં
પ્રશ્ન – ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?
જવાબ – ડૉ.એસ. રાધાકૃષ્ણન
પ્રશ્ન – રાજ્યસભાને શા માટે કાયમી ગૃહ કહેવામાં આવે છે?
જવાબ – કારણ કે તેનું ક્યારેય વિસર્જન થતું નથી
પ્રશ્ન – ભારતીય બંધારણના જનક કોને કહેવાય છે?
જવાબ – ભીમરાવ આંબેડકર
પ્રશ્ન – ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ હિન્દી ભાષાને સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી?
જવાબ – કલમ 343 (i)
પ્રશ્ન – બંધારણ ઘડવામાં કેટલા સભ્યો હતા?
જવાબ – 229
પ્રશ્ન – વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ કયા દેશનું છે?
જવાબ – ભારતનું બંધારણ
પ્રશ્ન – બંધારણના છેલ્લા પાના પર કોનું નામ લખેલું છે?
જવાબ – પ્રેમ બિહારી નારાયણ રાયજાદા
પ્રશ્ન – આપણે આપણા મૂળભૂત અધિકારોનો ખ્યાલ વિશ્વના કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવ્યો છે?
જવાબ – યુએસએ
પ્રશ્ન – જો રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો તેને કેટલા સમયગાળામાં ભરવું જરૂરી છે?
જવાબ – 6 મહિનાનામાં
ભારતના રાષ્ટ્રપતિની ખાલી પડેલી જગ્યા 6 મહિનાની અંદર ભરવી જરૂરી છે. ભારતીય બંધારણની કલમ 62 રાષ્ટ્રપતિની ખાલી જગ્યા ભરવા સાથે સંબંધિત છે. જે મુજબ રાષ્ટ્રપતિનો કાર્યકાળ સમાપ્ત થાય તે પહેલા ચૂંટણી યોજવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રાજીનામું આપે, મૃત્યુ થાય કે અન્ય કોઈ કારણોસર અચાનક રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો 6 મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવામાં આવે છે.
આ પણ વાંચો એરપોર્ટ પર તમારો સામાન ખોવાઈ જાય કે નુકસાન થાય તો શું કરવું? વાંચો જવાબ
જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય છે, ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે. જો ઉપરાષ્ટ્રપતિનું પણ પદ ખાલી હોય તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રાષ્ટ્રપતિ તરીકે કામ કરે છે.