
જીકે ક્વિઝ : આ છે માત્ર ભારતનું જ નહીં, પરંતુ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ, જાણો શું છે ખાસિયત
- GujaratOthers
- November 2, 2023
- No Comment
- 8

જનરલ નોલેજમાં ઇતિહાસ, સાહિત્ય, ભૂગોળ, કળા, વિજ્ઞાન, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે. નોલેજ વધારવાની ઘણી રીતો છે. એમાં એક છે તમે નિયમિતપણે સમાચાર અને અખબારોનું પઠન કરો. આ ઉપરાંત તમે ક્વિઝ દ્વારા પણ તમે સરળતાથી જનરલ નોલેજને મજબૂત કરી શકો છો. આજે અમે તમને જનરલ નોલેજના આવા પ્રશ્નો અને તેના જવાબો જણાવી રહ્યા છીએ. જે તમને ઉપયોગી થઈ શકે છે.
પ્રશ્ન – ભારતની સૌથી મોટી બેંક કઈ છે?
જવાબ – RBI
પ્રશ્ન – ભગવાન શ્રી રામના પિતાનું નામ શું હતું?
જવાબ – દશરથ
પ્રશ્ન – ભારતમાં સૌથી મોટી સરકારી નોકરી કઈ છે?
જવાબ – IAS
પ્રશ્ન – મણિપુરની રાજધાની કઈ છે?
જવાબ – ઇમ્ફાલ
પ્રશ્ન – ભારતીય રેલ્વેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું?
જવાબ – વર્ષ 1950માં
પ્રશ્ન – ભારતમાં સૌથી મોટું બસ સ્ટેન્ડ કયા શહેરમાં આવેલું છે?
જવાબ – ચેન્નાઈ
પ્રશ્ન – ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?
જવાબ – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
પ્રશ્ન – ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા?
જવાબ – ડૉ. ઝાકિર હુસૈન
પ્રશ્ન – એશિયાનું સૌથી સ્વચ્છ ગામ કયું છે ?
ભારતમાં સ્વચ્છતા પર વધુ ભાર આપવામાં આવે છે. આ જ કારણ છે કે થોડા વર્ષો પહેલા વડાપ્રધાન દ્વારા સ્વચ્છતાને લઈને રાષ્ટ્રીય સ્તરનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં દેશના દરેક રાજ્યના દરેક જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
એશિયાનું સૌથી સ્વચ્છ ગામ ભારતના મેઘાલય રાજ્યનું માવલીનોંગ ગામ છે. આ ગામ ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલું છે, તેથી અહીંથી બાંગ્લાદેશ સરહદ સરળતાથી જોઈ શકાય છે. ડિસ્કવર ઇન્ડિયા મેગેઝિને આ ગામને 2003માં એશિયાનું સૌથી સ્વચ્છ ગામ ગણાવ્યું હતું. આ ગામ ઇકો-ફ્રેન્ડલી પ્રવાસન સ્થળ છે.
આ પણ વાંચો જીકે ક્વિઝ : ભારતનું એક એવું રાજ્ય, જેની રાજ્ય ભાષા છે અંગ્રેજી
માવલીનોંગ ગામના લોકો પર્યાવરણ પ્રત્યે ખૂબ જ ગંભીર છે. અહીંના લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરતા નથી. આ ઉપરાંત તેઓ ખુલ્લામાં શૌચ કરતા નથી. ગામના દરેક ઘરમાં શૌચાલયની સુવિધા છે.