
છોટાઉદેપુરના નસવાડીમાં પુરવઠા વિભાગના ગોડાઉનની બેદરકારી, ગોડાઉન બહાર રઝળતું રાશન, જુઓ વીડિયો
- GujaratOthers
- November 4, 2023
- No Comment
- 8
શું છોટાઉદેપુરના નસવાડીમાં ગરીબોને અપાતું રાશન ખાવા લાયક નથી. શું સરકારી અનાજનો જથ્થો ગરીબો માટે છે કે ભૂંડ માટે. આ સવાલ એટલા માટે થાય કારણ કે નસવાડીમાં પુરવઠા વિભાગના ગોડાઉનના જે દ્રશ્યો સામે આવ્યાં છે તે જોઈને આપ પણ ચોંકી જશો.
પુરવઠા વિભાગની ઘોર બેદરકારીને કારણે ગરીબોને આપવાનું અનાજ રસ્તા પર રઝળી રહ્યું છે. એટલું જ નહીં ગોડાઉન બહાર જ બોરીમાંથી ભૂંડ ગરીબોને આપવાનું અનાજ ખાઇ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નસવાડી ગોડાઉનમાંથી 42 દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચે છે.
આ પણ વાંચો : વીડિયો: નકલી કચેરી કૌભાંડ કેસમાં આરોપી અંકિત સુથારના 5 દિવસના રિમાન્ડ મંજૂર
પરંતુ આવું અનાજ ખાવું કેમનું. પુરવઠા વિભાગની બેદરકારીથી ગરીબ અનાજથી વંચિત હોવાનો આરોપ છે. તો બીજી તરફ ગોડાઉનના મેનેજર લાજવાને બદલે ગાજ્યાં અને બેદરકારીનો સ્વીકાર કરવાને બદલે ગોડાઉન બહાર ભૂંડનો ત્રાસ હોવાનું હાસ્યાસ્પદ કારણ ધર્યું.
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો