ચૂંટણી પરિણામોની આ શેરો પર નહીં થાય કોઈ અસર, જાણો શું કહે છે Expert

ચૂંટણી પરિણામોની આ શેરો પર નહીં થાય કોઈ અસર, જાણો શું કહે છે Expert

ચૂંટણી પરિણામોની આ શેરો પર નહીં થાય કોઈ અસર, જાણો શું કહે છે Expert

જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. વડાપ્રધાન પણ વારંવાર કહી રહ્યા છે કે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શેરબજારમાં તેજી આવશે. હાલમાં જ એક મીડિયા ઈન્ટરવ્યુમાં પીએમ મોદી ભારતીય શેરબજાર વિશે વાત કરતા જોવા મળ્યા હતા.

ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે તે સપ્તાહમાં બજાર પર નજર રાખજો. બજારનું પ્રોગ્રામિંગ કરનારાઓ તે અઠવાડિયે થાકી જશે. ત્યારે જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરવા માંગો છો, તો આજે અમે તમને નિષ્ણાતોની પસંદગીના એવા શેરો વિશે જણાવીશું જે તમને ચૂંટણી પછી સારું વળતર આપી શકે છે.

આ શેરો આપી શકે છે સારું વળતર

મીડિયા અહેવાલ મુજબ, માર્કેટ નિષ્ણાતોએ કેટલાક એવા શેરો વિશે વાત કરી છે જેના પર ચૂંટણીના પરિણામોની અસર થશે નહીં. અહેવાલ મુજબ માર્કેટ નિષ્ણાત સંજીવ ભસીને તેમના ચૂંટણી-પ્રૂફ પોર્ટફોલિયોમાં 3 શેરોનો સમાવેશ કર્યો છે. જેમાં એચડીએફસી બેંક, કોફોર્જ અને વોડાફોન આઈડિયાનો સમાવેશ થાય છે. એચડીએફસી બેંક અને કોફોર્જ બંનેએ ઓછો દેખાવ કર્યો છે, પરંતુ તેમના ફંડામેન્ટલ્સને જોતા તેઓ સુધરવાની અપેક્ષા છે.

નિષ્ણાતોને પણ આ શેરોમાં વિશ્વાસ

ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરના જણાવ્યા અનુસાર ચૂંટણી પછી એફએમસીજી, ઓટો, હેલ્થકેર, આઈટી સર્વિસ, બેન્ક, કેપિટલ ગુડ્સ, કોમોડિટીઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેલિકોમ જેવા સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી શકે છે.

  • FMCG – HUL, Dabur, Emami, Marico, GCPL, Britannia, Varun Beverages
  • ઓટો – Hero MotoCorp, M&M, Maruti Suzuki, Eicher
  • હેલ્થકેર – Sun Pharma, Max Health, Lupin, Jupiter Hospitals
  • IT – TCS, LTI Mindtree, HCL Tech, Cyient
  • ખાનગી બેંક -HDFC Bank, Kotak Mahindra Bank, Axis Bank, ICICI Bank
  • કેપિટલ ગુડ્સ – Siemens, ABB, Schneider, Honeywell, Elantas Beck, Timken, GE T&D, Hitachi Energy
  • કોમોડિટીઝ – Hindalco
  • કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ – Havells India, Bharti Airtel, Delhivery

નોંધ : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે, શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. બજારમાં પૈસાનું રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Related post

T20 વિશ્વકપમાં બેટર સાથે મેદાન પર ઝઘડી પડનારા બોલરને ICCની આકરી સજા, જુઓ

T20 વિશ્વકપમાં બેટર સાથે મેદાન પર ઝઘડી પડનારા બોલરને…

હવે T20 વિશ્વકપમાં સુપર-8 નો તબક્કો શરુ થઈ રહ્યો છે. આ પહેલા લીગ તબક્કામાં અનેક ઉતાર ચડાવ અને લો સ્કોલીંગ મેચ…
Rajkot Video : માલવિયાનગર રેલવે ફાટક ખુલ્લો અને આવી ગઇ ટ્રેન, જાણો પછી શું થયુ

Rajkot Video : માલવિયાનગર રેલવે ફાટક ખુલ્લો અને આવી…

રાજકોટના માલવિયાનગર રેલવે ફાટકમાં પાસે મોટી દુર્ઘટના ટળી છે. 18 જુનના રોજ રાત્રે રેલવે માલવિયાનગર પાસે ટ્રેન આવી ગઈ છતા ફાટક…
મક્કામાં ભીષણ ગરમી બની જીવલેણ, 550થી વધુ હજ યાત્રીઓના મૃત્યુ, અનેક સારવાર હેઠળ

મક્કામાં ભીષણ ગરમી બની જીવલેણ, 550થી વધુ હજ યાત્રીઓના…

વધતા જતા તાપમાનના કારણે સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. ભારતમાં જ હીટવેવના કારણે, અત્યાર સુધીમાં મૃત્યુઆંક 65ને વટાવી ગયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *