ચારધામ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન બે દિવસ માટે કરાયું બંધ, ભક્તોની ભારે ભીડને કારણે મોટો નિર્ણય

ચારધામ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન બે દિવસ માટે કરાયું બંધ, ભક્તોની ભારે ભીડને કારણે મોટો નિર્ણય

ચારધામ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન બે દિવસ માટે કરાયું બંધ, ભક્તોની ભારે ભીડને કારણે મોટો નિર્ણય

ઉત્તરાખંડમાં હાલમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને વહીવટીતંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોના ભારે ધસારાને કારણે આજે અને આવતીકાલે એટલે કે 15મી અને 16મી મેના રોજ યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ માટેનુ ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ રહેશે. ચારધામ યાત્રા માટે આ રજીસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં થઈ રહ્યા હતા.

હાલમાં હજારો શ્રદ્ધાળુઓ હરિદ્વાર અને ઋષિકેશમાં અટવાયેલા છે. એક અંદાજ મુજબ આ વર્ષે ચારધામની મુલાકાતે આવનાર ભક્તોની સંખ્યામાં 44 % નો વધારો થયો છે. જેના કારણે સાકડા માર્ગ ઉપર અરાજકતા સર્જાઈ છે. ગંગોત્રી ધામના પૂજારીઓ પણ આનાથી ખૂબ નારાજ છે.

તેમનું કહેવું છે કે, મંગળવારે ગંગા સપ્તમીના અવસર પર નીચેથી કોઈ પણ ભક્ત ગંગોત્રી આવી શક્યા નથી. આવું એટલા માટે થયું કારણ કે તેઓ માર્ગમાં વચ્ચે ઘણી જગ્યાએ અટવાયા હતા. 22થી 25 કલાક ભક્તો ટ્રાફિક જામમાં ફસાઈ જવા પામ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા, ચાર ધામની યાત્રાએ આવી રહેલા શ્રદ્ધાળુઓને થોડા દિવસો રાહ જોવાની અપીલ કરવામાં આવી રહી છે.

આ મુખ્ય કારણ છે

ચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 15 અને 16 મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. ઑફલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી, મે મહિના માટે ચારધામ માટેના તમામ ઑફલાઇન સ્લોટ બુક થઈ ગયા છે. જેના કારણે ઘણા યાત્રિકોને મે મહિનામાં ચારધામ યાત્રા પર જવાનો સ્લોટ મળી શક્યો નથી. જોકે, ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ રહેશે.

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જરૂરી હતો

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં હરિદ્વાર અને ઋષિકેશથી ચારધામ યાત્રાના રૂટમાં ઘણી જગ્યાએ શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે. ધામમાં નિર્ધારિત સંખ્યા કરતા વધુ ભક્તોનો ભરાવો છે, જેના કારણે ધામની તેમજ યાત્રિકોની સલામતી સામે ખતરો ઉભો થયો છે. આ બધું જોઈને ભક્તોને વિવિધ સ્થળોએ રોકીને પવિત્ર સ્થળોએ દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે.

Related post

Lok Sabha Election 2024 : માયાવતી, રાજા ભૈયા અને ધનંજય સિંહ વિશે શું બોલ્યા અમિત શાહ? જાણો

Lok Sabha Election 2024 : માયાવતી, રાજા ભૈયા અને…

લોકસભા ચૂંટણી માટે છ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. ચૂંટણીના છેલ્લા…
Cashback થી લઈને બિલ પેમેન્ટ સુધી, આ 4 બેંકોએ બદલ્યા Credit Cardના નિયમો, આ છે સંપૂર્ણ વિગત

Cashback થી લઈને બિલ પેમેન્ટ સુધી, આ 4 બેંકોએ…

Credit Card : પહેલા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ માત્ર શોપિંગ વગેરે માટે કરતા હતા, પરંતુ હવે તેનો ઉપયોગ ટિકિટ બુકિંગથી લઈને…
29 May રાશિફળ વીડિયો : આ ચાર રાશિના જાતકો થશે માલામાલ , ધનલાભની સાથે માન-સમ્માનમાં પણ વધશે

29 May રાશિફળ વીડિયો : આ ચાર રાશિના જાતકો…

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *