ઘરની સફાઈના બદલે પતિએ માંગ્યા 74 હજાર, પત્નીને બિલ મોકલતા જ વાયરલ થઈ વોટ્સએપ ચેટ

ઘરની સફાઈના બદલે પતિએ માંગ્યા 74 હજાર, પત્નીને બિલ મોકલતા જ વાયરલ થઈ વોટ્સએપ ચેટ

ઘરની સફાઈના બદલે પતિએ માંગ્યા 74 હજાર, પત્નીને બિલ મોકલતા જ વાયરલ થઈ વોટ્સએપ ચેટ

પતિ અને પત્નીને લગતા અનેક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હામાં એક પતિ અને પત્નીની વોટ્સએપ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને વાંચીને હસી હસીને લોટપોટ થઈ જશો.

બ્રિટેનમાં રહેતા આ વ્યક્તિનું નામ માર્ક હૈચ છે. તે બ્રિટેનમાં રહે છે. તેણે પોતાની પત્ની જેસમીનને કહ્યું કે તેણે મોટા સોફા, ત્રણ બેડરુમ કાર્પેટ અને ફર્શની સારી રીતે સફાઈ રહી છે. તેના બદલે તેણે પત્ની પાસે પૈસા માંગ્યા હતા.

માર્ક એક ક્લીન મી નામની કંપની ચલાવે છે. જે લોકોને સાફ સફાઈની સર્વિસ આપે છે. તેણે જ્યારે પોતાના ઘરની સફાઈ કરી ત્યારે તેણે પોતાની પત્ની પાસે પૈસા માંગ્યા. આ વાત પર પત્નીને ગુસ્સો આવ્યો. આ વાત સાંભળી પત્નીએ જવાબ આપ્યો કે આપણા લગ્ન થયા છે અને આપણા ત્રણ બાળક છે. આ વાતચીતનો સ્ક્રીનશોર્ટ માર્ક વ્હાટ્સએપ પર શેયર કરે છે. આ સમયે તેની પત્ની ઘરે જ હાજર હોય છે.

તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ગયા અઠવાડિયામાં એક મોટી દુઘર્ટના બની, જ્યારે એક ગ્રાહકે પૈસા આપવાનો ઈન્કાર કર્યો. એક મોટા સોફા, 3 બેડરુમ કાર્પેટ અને એક પત્થરના ફર્શની સફાઈ બાદ ગ્રાહક પરિણામથી બિલ્કુલ ખુશ નથી. પાછળથી જાણવા મળ્યુ કે ગ્રાહક એ માર્કની પત્ની જ છે. માર્કે વ્હોટ્સએપ ચેટમાં ઈનવોઈસ શેયર કર્યો હતો.

માર્કે રમૂજ માટે આ ચેટનો સ્ક્રીનશોર્ટ શેયર કર્યો હતો. માર્કે જણાવ્યુ કે સાફ સફાઈમાં તેણે ઘણી મહેનત કરી અને તેનો અડધો દિવસ જતો રહ્યો. તેણે જણાવ્યું કે તેની પત્ની સાથે તે આવા નાના મોટા મજાક કરતો રહે છે.

આ પણ વાંચો : જાડેજાની વિકેટ પર વિવાદ, શું અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો, જાણો શું છે સત્ય

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *