
ગુરૂ ચાંડાલ યોગ થયો સમાપ્ત, સિંહ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે રાખવી કાળજી, વાણીમાં રાખવો સંયમ
- GujaratOthers
- October 30, 2023
- No Comment
- 5
આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે,જ્યાં તે 18 મે 2024 સુધી સ્થિત રહેશે, સિંહ રાશિ જાતકોને આ ગોચર બીજા અને આઠમાં ભાવમાંથી પસાર થશે.રાહુની ચાલમાં પરિવર્તનને કારણે સિંહ રાશિના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. પૈસા ઉધાર આપવાનું ટાળો. તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો. કાયદાકીય બાબતોમાં અંતર જાળવો. વિદ્યાર્થીઓને સફળતા મળશે. વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે, પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો.વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખો.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)