ગુજરાતમાં શાળાની વિદ્યાર્થિનીઓ અસલામત ! સુરતના માંડવીમાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા, જુઓ Video
- GujaratOthers
- October 6, 2024
- No Comment
- 10
વડોદરાના ભાયલીમાં ગઈકાલે ગેંગરેપની ઘટના બાદ ફરી સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સુરતના માંડવીમાં સામે આવી છે. સુરતના માંડવીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. માંડવીના નરેણ ગામે આવેલી આશ્રમ શાળામાં સગીર બાળકી સાથે અડપલા કર્યાની ઘટના સામે આવી છે. આશ્રમ શાળામાં સગીર બાળકી સાથે આચાર્યએ જ અડપલા કર્યા હોવાનું સામે આવ્યુ છે.
નરેણ આશ્રમ શાળા નરાધમ આચાર્ય યોગેશ પટેલે બાળકી સાથે અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બાળકીના પરિવારને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરેણ આશ્રમ શાળાએ પહોંચી તપાસ શરુ કરાઈ હતી. આચાર્ય વિરૂદ્ધ પોક્સો અને એટ્રોસીટી એક્ટની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.
વડોદરામાં સગીરા સાથે બની ગેંગરેપની ઘટના
બીજી તરફ વડોદરા નજીક ભાયલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. બીજા નોરતે રાત્રીના 11.30 કલાકે મિત્રને મળવા આવેલી સગીરા ગેંગરેપનો શિકાર બની છે. બાઇક પર આવેલા 5 શખ્સોએ પહેલા છેડતી કરી, સગીરાએ પ્રતિકાર કરતા 2 ઇસમો ફરાર થયા, જ્યારે અન્ય ત્રણ ઇસમોએ મિત્રની નજર સમક્ષ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. જે સ્થળે ઘટનાને અંજામ મળ્યો છે તે નિર્જન વિસ્તાર હતો, સગીરા બુમો પાડતી રહી, પણ તેની ચીસો સાંભળનાર ત્યાં કોઇ નહોતું.રાઉન્ડ ધ ક્લોક, સમગ્ર રાત પોલીસ પેટ્રોલિંગની વાતો કરી ખાખીની આ ઘટનાએ પોલ ખોલી કાઢી છે.