ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, હજુ 3 દિવસ ગરમીથી નહીં મળે રાહત, રાત્રે પણ 41 ડિગ્રી તાપમાન રહેવાના એંધાણ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, હજુ 3 દિવસ ગરમીથી નહીં મળે રાહત, રાત્રે પણ 41 ડિગ્રી તાપમાન રહેવાના એંધાણ

ગુજરાતવાસીઓને ત્રાહિમામ કરી દેનારી ગરમીનો પ્રકોપ હજુ પાંચ દિવસ યથાવત રહેશે. રાજ્યમાં પાંચ દિવસ ગરમીનો પારો 45ને પાર જવાની સંભાવના છે. આગામી ચાર દિવસ અતિભયાનક ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. માત્ર દિવસે જ નહીં રાત્રે પણ ભયંકર ગરમીનો સામનો કરવો પડશે. રાત્રે પણ 41 ડિગ્રી તાપમાન રહેવાનુ અનુમાન છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં હીટવેવ રહેવાનું અનુમાન છે.

દિવસ જ નહીં પરતું રાત્રે પણ ભયંકર ગરમીનો અનુભવ થશે

મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ- કચ્છમાં હીટવેવની આગાહી છે. રાજ્યના કેટલાય શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. દિવસે જ નહીં રાત્રે પણ ભયંકર ગરમીનો અનુભવ થશે. ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં પણ અતિશય ગરમીનો અનુભવ થશં. પશ્ચિમથી ઉત્તરી પશ્ચિમી પવનોના કારણે ગરમી વધી હોવાનુ હવામાન વિભાગનું તારણ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ અમદાવાદમાં 45 ડિગ્રીની આસપાસ જ તાપમાન રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન મુજબ અમદાવાદમાં 25મે સુધી તાપમાન 44-45 ડિગ્રીની વચ્ચે રહેશે.

ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં રાત્રે પણ અતિશય ગરમીનો અહેસાસ થશે

રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેમા પાટનગર ગાંધીનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં 44.5 ડિગ્રી ગરમીનો પારો નોંધાયો છે. વડોદરા અને ભાવનગરમાં 44.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી અને અમરેલીમાં 44 ડિગ્રી, ડીસામાં 43.2 અને રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

આ પણ વાંચો: કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી, કથાકારના ઘરે કોળી સમાજના લોકોનો વિરોધ, માફી આપવા કરી આજીજી

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને માત્ર 3 વર્ષમાં બનાવ્યા કરોડપતિ

આ સોલર કંપનીએ 2 વાર આપ્યા બોનસ શેર, રોકાણકારોને…

સોલર કંપનીના શેર માત્ર 3 વર્ષમાં 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. KPI ગ્રીન એનર્જી શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં…
T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે, વરસાદ થશે તો શું થશે? જાણો A ટુ Z વિગતો

T20 World Cup: સુપર-8માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની…

હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં માત્ર 5 મેચ બાકી છે, જે 17 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ…
Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું છે હાઈ? આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, જાણો

Health Tip: શું તમારું શુગર લેવલ પણ થઈ ગયું…

જો હાઈ બ્લડ શુગર લેવલને સમયસર ઓળખવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. શું તમે હજુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *